Abtak Media Google News

 

Advertisement

અબતક,રાજકોટ

નેકસેસ ફીટનેશ કલબ , આર.કે. બિલ્ડર , ટી.ઈ. ફીટનેશ અને સ્પોટર્સ તથા નીધી સ્કુલ , રાજકોટના સહયોગથી  તાજેતરમાં  બાલભવન ઓપન થયેટર , રાજકોટ ખાતે  ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ કોમ્પીટીશન – સૌરાષ્ટ્ર શ્રી – 2021નું આયોજન કરવામા આવેલ હતું. જેમા રાજકોટ જીલ્લા સહિત અનેક જીલ્લાઓના બોડી બિલ્ડરોએ ભાગ લીધેલ હતો.

આ કોમ્પટીશનમા રાજકોટ શહેરના જીમ જંકશનના બોડી બિલ્ડ2 ઈમરાન અંસારીએ 60 કિ.ગ્રા. કેટેગરીમા ” સૌરાષ્ટ્ર શ્રી -2021” ના ટાઈટલનો બીજો ક્રમાંકના ઈનામ રૂપે 2ોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટીફીકેટ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો . વલ્લભભાઈ કથીરીયાના મેળવી હસ્તે મેળવી રાજકોટ શહેરની  શોભા વધારેલ છે.

ઈમરાન અંસારીએ પોતાના જીવનમા આ સુનેરી અવસર પ્રાપ્ત કરવા બદલ જીમ જંકશનના માલીક  કેયુરભાઈ નકુમ, વિરલભાઈ નકુમ તેમજ ફીટનેશ ટ્રેનર  પ્રશાંતભાઈ મહેરા (ફિજીક હસ્ટેલ),  સાજીદભાઈ ખેતાણી (એસ.કે.ફીટનેશ),  કરણભાઈ રાજપુતનો  આભાર માનેલ હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.