Abtak Media Google News
  • 4 બિન હથિયારી પી.આઈ.ની એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી

રાજ્યના કુલ 19 જેટલાં બિનહથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના ઓર્ડર નીકળ્યા છે. રાજકોટના એલ કે જેઠવા સહીત 19 પીઆઈની બદલી કરવામાં આવી છે. જેમાં ચાર જેટલાં પીઆઈને એન્ટી કરપ્શન બ્યુરોમાં બદલી કરવામાં આવી છે.

રાજ્યના ચાર બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની એસીબીમાં બદલી કરાઈ છે લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવે એ પહેલા હુકમની અમલવારી કરવાની થતી હોય ઉક્ત હુકમ કરાયા છે જેમાં કચ્છ પશ્ચિમ ભુજના એ,જે,ચૌહાણ અને અમરેલીના આર,એન,વિરાણીની એસીબીમાં ટ્રાન્સફર કરાઈ છે

રાજ્યના 19 બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના હુકમો થયા છે જેમાં રાજકોટના એલ.,કે.જેઠવાની જી-1 શાખા ડીજીપી કચેરી, જૂનાગઢના જી.એલ, ચૌધરીની પાટણ, બી.બી.બેગડીયાની પંચમહાલ, જી-1 શાખાના એસ એચ બુલાનની આણંદ, સ્ટેટ ક્ધટ્રોલના વી એસ માંઝરીયાની અમદાવાદ, વલસાડના સી બી ચૌધરીની સ્ટેટ ક્રાઇમ રેકોર્ડિંગ બ્યુરો, કરાઈ એકેડમીના એચ આર વાઘેલાની અમદાવાદ શહેર ખાતે ટ્રાન્સફર કરાઈ છે.

ઉપરાંત સીઆઈડી આઇબીના એ કે ક્લાસવાની પંચમહાલ, ખેડાના એન એમ પંચાલની અમદાવાદ શહેર, સીઆઈડી ક્રાઇમના ડી એન સાધુની સાબરકાંઠા, સીઆઈડી ક્રાઇમના પી જે સોલંકીની પાટણ, સીઆઈડી આઈબીના કે આર રાવતની દાહોદ, વડોદરાના આર કે સોલંકીની પાટણ, સીઆઈડી ક્રાઇમના એમ એમ ગીલાતરની તાપી, પશ્ચિમ રેલવેના એ બી અસારીની મહીસાગર બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.