Abtak Media Google News
  • ભાન ભૂલીને રીલ બનાવનાર ત્રણેય શખ્સોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

શહેરના સ્વયંભુ રામનાથ મહાદેવ દાદાના મંદિર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. સૌરાષ્ટ્રભરથી ભક્તો રામનાથ મંદિર ખાતે દર્શનાર્થે આવતા હોય છે અને દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે રામનાથ મહાદેવ મંદિર પરિસરમાં જઈને ત્રણ શખ્સોએ દારૂડિયા સ્ટાઇલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સમગ્ર વિડીયો વાયરલ થતાં લખો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. ત્યારે પોલીસે આ ત્રણેય યુવાનોને હીન કૃત્ય બદલ અટકાયતમાં લઈને કાયદાનું ભાન કરાવ્યું છે.

શહેરના રામનાથ મહાદેવ મંદિરની છત પર મદિરાના નશામાં ચૂર હોય તે રીતે ગીત પર શરાબની બોટલ પીતા અને બોટલ ફોડી નાચતા ત્રણ શખ્સોએ તમામ મર્યાદા પાર કરી દીધી છે. એટલું જ નહીં આ શખ્સોને પોલીસની લેશ માત્ર ફડક ન હોય તેમ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં લાખો ભાવિકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થયેલો વીડિયો પોલીસ પાસે પહોંચ્યો છે. પોલીસે વીડિયોમાં ભાન ભૂલેલા ત્રણેય શખ્સ જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુંભારને ઝડપી લીધા છે.

આ શરમજનક ઘટના અંગે રામનાથ મંદિરના મુખ્ય સેવક દીપકગીરી ગોસાઈએ જણાવ્યું હતું કે, મંદિરની પાછળના ભાગે આવેલી દીવાલને કારણે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું છે. આ દીવાલ દૂર કરી દેવા માટે અનેક વખત રજૂઆત કરી છે. આમ છતાં કોઇ જવાબદાર તંત્ર ધ્યાને દેતું નથી. અસામાજિક તત્ત્વો દીવાલની આડમાં કાયમ ગોરખધંધા કરે છે. જે વીડિયો વાઇરલ થયો છે તે 15 દિવસ પહેલાનો હોય એવું અનુમાન છે. મંદિરમાં સ્વચ્છતા, મર્યાદા જળવાઈ રહે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ કામ કરે છે. જોકે પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારી સુરક્ષા પ્રદાન કરે તે જરૂરી છે.

રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવા લુખ્ખા-દારૂડિયા તત્ત્વો દારૂ પીવાની એક્ટિંગ કરી બોટલો ફોડે તે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર અને ધાર્મિક લાગણી સાથે ખિલવાડ થાય તેવું કૃત્ય છે. આથી આવા તત્ત્વો સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પોલીસે દાખલ કરવો જોઇએ.

ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો દાખલ કરવા ધર્મપ્રેમીઓની માંગ

રાજકોટનું રામનાથ મહાદેવ મંદિર હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં આવા લુખ્ખા-દારૂડિયા તત્ત્વો દારૂ પીવાની એક્ટિંગ કરી બોટલો ફોડે તે બે કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરનાર અને ધાર્મિક લાગણી સાથે ખિલવાડ થાય તેવું કૃત્ય છે. આથી આવા તત્ત્વો સામે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પોલીસે દાખલ કરવો જોઇએ.

આસપાસના સ્થાનિકોને વીડિયો બતાવી ત્રણેય શખ્સોની ઓળખ કરીને ધરપકડ કરાઈ : એસીપી સાયબર ક્રાઇમ

મામલામાં સાયબર ક્રાઇમમાં એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, રામનાથપરા મંદિરના નવા બંધાઇ રહેલા પરિસરમાં આસ્થાને ઠેંસ પહોંચાડવા અંગેનો વીડિયો અમારી પાસે પહોંચ્યો છે. સોશિયલ મીડિયામાં ફરતા થયેલા વીડિયોના આધારે રીલ બનાવનારની ઓળખ મેળવવા તેમને સકંજામાં લેવા પોલીસની અલગ-અલગ ટીમ બનાવી મંદિર આસપાસની સોસાયટીઓમાં રવાના થઈ હતી, આ સાથે સાયબર ક્રાઈમ પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. વિવિધ વિસ્તારોમાં વીડિયો બતાવી ત્રણેયની ઓળખ મેળવી ઝડપી લીધા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.