Abtak Media Google News

યાજ્ઞિક રોડ પર સબરજીસ્ટ્રાર કચેરી ઝોન-૩માં આગની ઘટના: જામનગર રોડ, માધાપર, જંકશન સહિતના વિસ્તારનું રેકર્ડ ખાખ

શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં આજે સવારે આગ ભભુકી ઉઠતા અનેક મહત્વના દસ્તાવેજો તેમજ કોમ્પ્યુટર અને ફર્નિચર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું.

Advertisement

Vlcsnap 2018 03 23 13H16M53S429
જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં બેસતી સબરજીસ્ટ્રાર આજે સવારે ૯ વાગ્યાના અરસામાં આગ ભભુકી ઉઠતા કોમ્પ્યુટર, ટેબલ તેમજ કચેરીનું અન્ય ફર્નિચર અને અનેક દસ્તાવેજી પુરાવા બળીને ખાખ થઈ ગયા હતા. વધુમાં આગની ઘટનાને પગલે તુરંત જ ફાયર બ્રિગેડો ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબુમાં લીધી હતી, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.ઉલ્લેખનીય છે કે સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન-૩ હેઠળ માધાપર, જામનગર રોડ અને જંકશન વિસ્તારના દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે અને આ આગમાં અનેક દસ્તાવેજી પુરાવા બળીને ખાખ થઈ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Vlcsnap 2018 03 23 13H16M22S866

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.