Abtak Media Google News

રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી’નું ટ્રેલર રિલિઝ થયું છે આ ફિલ્મ એક હોરર – કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મના ટ્રેલરમાં આયુષમાન ખુરાના ના ભાઈ અપારશક્તિ ખુરાના અને પંકજ ત્રિપાઠી પણ એક મહત્વની ભૂમિકામાં નજર આવી રહ્યા છે.આ ફિલ્મ એક ભૂતની કહાની પર નિર્ધારિત છે

આ ફિલ્મ ખુબજ રોમાંચકની સાથે સાથે કોમેડી પણ છે. સાથે સાથે આ ટ્રેલરમાં ઘણા હોરર સીન પણ જોવા મળશે. આ ફિલ્મમાં પહેલી વખત રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જોડી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિક છે.

જુઓ ફિલ્મ ‘સ્ત્રી’નું ટ્રેલર…

આ ફિલ્મ 31 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે. બીજી વાત એ કે અનુષ્કા શર્મા ની ફિલ્મ ‘પરિ’ બાદ આ બીજી હોરર-કોમેડી ફિલ્મ છે જે 31 ઓગસ્ટના રોજ રીલીઝ થવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.