Abtak Media Google News

મેમનગર ગુરૂકુલમાં ત્રિવિધ કાર્યક્રમો યોજાયા: નિલકંઠવર્ણીને પયોભિષેક

હરિનવમીના પુનિત પર્વે અમદાવાદ મેમનગર  સ્વામિનારાયણ ગુરુકુલમાં ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં અઆવેલ જેમાં ઠાકોરજીનું રાજોપચાર પૂજન, નિલકંઠ વર્ણીને પયોભિષેક અને એસજીવીપી ગુરુકુલ છારોડીના પુરાણી સ્વામી  ભક્તિપ્રકાશદાસજી સ્વામી અક્ષરવાસી થતાં, તેમનો અંતિમ સંસ્કાર તેની ઇચ્છા મુજબ ગઢડા ઘેલા કાંઠે કરવામાં આવેલ. ત્યારબાદ તેમના અસ્થિનું વિસર્જન નર્મદા કાંઠે મુરલી સંગમ સ્થાને કરવામાં આવ્યું હતું.

Advertisement

Msg1747252363 4122

તે પુરાણી ભકિત પ્રકાશદાસજી સ્વામીની પુણ્ય સ્મૃતિમાં મેમનગર ગુરુકુલ ખાતે 85 કલાકની અખંડ ધૂન રાખવામાં આવેલ છે. જેની પૂર્ણાહૂતિ તા.12 જુન સાંજ 7-30 કલાકે થશે.હરિનવમીના પર્વે મેમનગર ગુરુકુલમાં ઠાકોરજીનું રાજોપચાર પૂજન કરવામાં આવેલ.

રાજોપચાર પૂજનમાં ભગવાનનું ચારેય વેદ, શાસ્ત્ર, પુરાણોના પાઠ અને વૈદિક પુરુષ સુકતથી પૂજન અને વૈદિક વિધિ સાથે અલંકાર, છત્ર, ચામર, દર્પણ, સંગીત, નૃત્ય, રાસ વગેરે ઉપચારોથી અને મૂર્તિ ઢગ ઠાકોરજીનું ફૂલોના પાંખડીઓથી પૂજન કરવામા આવેછે. રાજોપચાર પૂજન બાદ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીઓ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.