Abtak Media Google News

રાજુલા તાલુકા પીપાવાવ ધામ ગામની હાડિકા નદી પર નાળું (બોક્સ કલવર્ટ) બનાવવા માટે ગ્રામજનોની વર્ષો જૂની માંગણી હતી દર ચોમાસામાં વરસાદ દરિમયાન આ નદીમાંથી પસાર થવું  મુશ્કેલ બનતું હતું ઈમરજન્સી માં વિકટર પર જવાનું થાય તો જીવના જોખમે નદીમાંથી પસાર થઈ જવું પડતું હતું જે અંગે પીપાવાવ ગામના સરપંચ ભાણાભાઈ ગુજરીયા દ્વારા રાજુલા નાં ધારાસભ્ય અંબરીશભાઈ ડેર તથા માર્ગ અને મકાન વિભાગ ને રજૂઆત કરી હતી અને હવે તકે આ કામ મંજૂર કરવામાં આવે તેવી માંગ કરી હતી  આ વિસ્તારના યુવા અને જાગૃત ધારાસભ્યનાં સતત પ્રયત્નો અને માર્ગ અને મકાન વિભાગનાં કાર્યશીલ અધિકારીની મહેનતનાં પરિણામે આ નાળા (બોક્સ કલવર્ટ) નું કામ મંજૂર થયું હતું તેનું ખાતમુહૂર્ત પીપાવાવ ધામનાં સરપંચ ભાણાભાઈ ગુજરીયા, યુવા આગેવાન અજય શિયાળ, બાબુભાઈ બાંભણીયા, સાદુળભાઈ શિયાળ, શામજીભાઈ બાંભણીયા, પ્રવિણ ગુજરીયા, કેશવ ગુજરીયા સહિતના આગેવાનો તથા ગ્રામજનો ની ઉપસ્થિતિ માં શ્રીફળ વધેરી ને કામ ચાલુ કરવામાં આવ્યું હતું.  આ નાળું બનતા ગ્રામજનો ને ચોમાસા દરમિયાન અવર નવર કરવામાં રાહત મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.