Abtak Media Google News

કુલ ૧૬ ગાડી ડીટેઇન કરી બે હજારનો દંડ વસૂલાયો

રાજુલા પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પી આઈ એમ પી ડોડીયાનો ટ્રાફિક અને રોમિયો સામે કડક હાથે કાર્યવાહી કરતા રાજુલા શહેરના આમ જનતા અને ખાસ કરીને મહિલાઓમા એ પી ડોડીયાની કામગીરીથી આનંદની લાગણી વહી રહી છે. તારીખ ૨૪/૭/ના રોજ ૧૬ ગાડી ડીટેન કરી હતી અને બે હજાર રૂપિયાનો દંડ સ્થળ ઉપર વસુલવામાં આવ્યો હતો તેમજ જ્યારથી આની આઈ એ પી ડોડીયા રાજુલા પોલીસ સ્ટેશન નો ચાર્જ સંભાળ્યો આજદિન સુધીમા કુલ ૪૨ ગાડી ડિટેન કરેલ છે તેમજ અંદાજીત રૂપિયા દશ હજારનો સ્થળ ઉપર વસુલવામાં આવ્યો છે આ કામગીરી પોલીસ સ્ટેશન ઈનચાર્જ પી આઈ ડોડીયા તેમજ પી.એસ.આઇ જી જી જાડેજા રાજુલા પોલીસ કોન્સ્ટેબલ જેવા કે બહાદુર વાળા હરપાલસિંહ ગોહિલ ધનસુખ વ્યાસ હરપાલસિંહ જાડેજા ને હોમગાડ જવાન અશોકભાઇ સહિત નો સ્ટાફ જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.