Abtak Media Google News

અમરેલી જીલ્લાની રાજુલા તાલુકાની આર.બી.એસ.કે. ટીમ દ્વારા 0 થી 18 વર્ષના બાળકોની હેડ ટુ ફૂટ તપાસણી દરમિયાન તકલીફ વાળા જણાયેલ બાળકો જેવા કે ઓછુ વજન,હૃદય રોગ,જન્મજાત મોતિયો,કલબ ફૂટ,ફાટેલા હોઠ વિગેરેને ઉચ્ચ કક્ષાએ રિફર કરી સારવાર પુરી પાડવા સહિતની સુંદર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડો.એન.વી.કલસરીયાના માર્ગદર્શન હેઠળ કરવામા આવી રહી છે.

Advertisement

બાળકને જ્યારે કોઈ તકલીફ હોય ત્યારે પરિવારજનો આર્થિક માનસિક તકલીફમાં ધકેલાય જતા હોય છે આવો જ એક કિસ્સો જેમા રાજુલાના અજયભાઈ શિયાળના પુત્ર આરવ અને વાવેરાના દિનેશભાઈ બારૈયાના પુત્ર રુદ્રને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના તબીબ ડો.ગીતા કાતરીયા અને ડો.ઉમંગ પુરોહિતની વિઝીટ દરમિયાન પ્રાથમિક તપાસમા હદય રોગની તકલીફ જોવા મળતા તેમને આશ્વાસન આપી તાત્કાલિક બાળકને સારવાર માટે યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરાયુ હતુ.જ્યાં બાળકના હદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલ બાળક સારવાર બાદ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કામ કરતી ટીમના ફોલો અપ હેઠળ છે.

બાળક અને તેના માતા પિતા દ્વારા આરબીએસકે ટીમ અને આરોગ્ય શાખા અમરેલીનો આભાર માન્યો હતો તેમજ આ દીકરાઓનું વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવતા તેને નવજીવન પ્રાપ્ત થતાં પરિવારજનોમાં પુન: આનંદ પ્રસરી ગયેલ જે યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.