Abtak Media Google News

ડેરાનો આઈટી હેડ અને રામ રહિમના ડ્રાઈવરની ધરપકડ: બાબાના મહેલ અંદરની ગતિવિધિનું પણ રેકોર્ડીંગ

દુષ્કૃત્ય કેસમાં ૨૦ વર્ષના કારાવાસની સજા કાપી રહેલા રામ રહિમના અનેક કૃત્યોનો ભાંડો ફૂટી રહ્યો છે. પોલીસે સીરસા ડેરામાં લગાવેલા ૫૦૦૦ સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ સાચવનારી હાર્ડ ડિસ્કને જપ્ત કરી છે. આ ઉપરાંત ડેરાના આઈટી હેડ વિનીત તેમજ ડ્રાઈવર હરમેલસિંહની ધરપકડ પણ કરાઈ છે.વિગતો અનુસાર સીરસા ડેરામાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ૫ હજાર સીસીટીવી કેમેરાને રેકોર્ડ કરનારી હાર્ડ ડિસ્ક હાથ લાગી છે. જેમાં રામ રહિમના જેલ જવા સુધીનું તમામ રેકોર્ડીંગ છે. હાર્ડ ડિસ્કમાં બાબાના મહેલની અંદરની ગતિવિધિઓ પણ રેકોર્ડ છે. હાર્ડ ડિસ્ક પોલીસને ડેરા હેડકવાર્ટરથી દૂર કાચા ટોયલેટમાંથી મળી આવી છે.સર્ચ ઓપરેશન દરમિયાન ડેરામાં ગેરકાયદે ગર્ભપાતની કલીનીક હોવાનું પણ માલુમ પડયું છે.તલાસી અભિયાન દરમિયાન ખુલાસો થયો હતો કે, બાબા માનવ અંગોનો કાળો કારોબાર પણ ચલાવે છે. ડેરાની અંદરથી સ્કીન ટ્રાન્સપ્લાન્ટ યુનિટ પણ મળી આવ્યું છે. જયાં ગેરકાયદે ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.