Abtak Media Google News

૧૧૫૧ કરોડની ડેરાની સંપત્તિનો વારસદાર નકકી: ડેરા પરિવારે પૈતૃકગામમાં ગુપ્ત રીતે બેઠક કરી રામરહિમને મળવા સમય માગ્યો: ડેરા ચીફનો નિર્ણય આખરી ગણાશે

સાધ્વીરેપ કેસના દોષિત રામ રહિમની સંસ્થા ડેરા સચ્ચા સોદાનો  કરોડની સંપતિનો વારસો કોને મળશે ? તે અંગે થઈ રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો છે તેમ લાગી રહ્યું છે. રામરહિમના પૈતૃક ગામ ગુરુસરમોડિયામાં પરિવારે આ વિશે પ્રથમ બેઠક યોજી હતી.જેમાં નવા ડેરા ચીફ તરીકે રામરહિમના પુત્ર જસમીત માટે સહમતી બની હતી. અધિકારીઓ દ્વારા થયેલ તપાસમાં હરિયાણાના ૧૮ જિલ્લામાં ડેરાની ૧૦૯૩ એકરની જમીન છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવા ડેરા ચીફ નકકી કરવા માટે બેઠક ગુપ્ત રાખવામાં આવી હતી. આ બેઠકમાં રામરહિમની માતા નશીબ કૌર, પત્ની હરજીત કૌર અને તેમનો દિકરો જસમીત પણ ઉપસ્થિત રહ્યો હતો. બંને દિકરીઓ અને દતક લીધેલી દીકરી હનીપ્રીત આ બેઠકમાં ઉપસ્થિત ન હતા. બેઠક બાદ ડેરા પરિવારે રોહતક જેલમાં બંધ રામરહીમને મળવા માટે જેલ અધિકારીઓ પાસે સમયની માગણી કરવામાં આવી હતી. ડેરા ચીફનો નિર્ણય આખરી માનવામાં આવશે. ત્યારબાદ જસમીતના નામને જાહેર કરવામાં આવશે. આ પહેલા રામરહિમની દતક પુત્રી હનીપ્રીત ડેરાની વારસ બનશે તેવી ચર્ચા ઉઠી હતી.અધિકારીઓ દ્વારા ડેરા પ્રમુખ રામરહિમની જમીનની અંદાજિત કિંમત કલેકટર રેટના આધારે નકકી કરવામાં આવી હતી. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર બાબાને દોષિત જાહેર કર્યા પછી હરિયાણા સરકારે ૨૪ અને ૨૫ ઓગસ્ટની હિંસામાં થયેલ નુકસાનનો પણ અધિકારીઓ દ્વારા અંદાજ કાઢવામાં આવ્યો હતો. તેમાં સેના, અર્ધસૈનિકબળ, રોડવેઝ, રેલવે વગેરેના નુકસાનને પણ જોડવામાં આવ્યા હતા. બે દિવસની હિંસામાં અંદાજે ૨૦૪ કરોડના નુકસાન થયા હોવાનો અંદાજ છે. જેને સરકાર દ્વારા બાબાની પ્રોપર્ટીમાંથી વસુલ કરવામાં આવશે.૨૦૦૨માં સાધ્વી દ્વારા નનામી પત્ર લખી ડેરા સચ્ચા સોદાની અંદર છોકરીઓનું શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો પત્ર લખ્યો હતો. જેના આધારે પંજાબ-હરિયાણા કોર્ટ દ્વારા ડેરા પ્રમુખ રામરહિમ વિરુઘ્ધ યૌનશોષણનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ ૧૫ વર્ષ બાદ તેમને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે દોષિત જાહેર કરી ૨૦ વર્ષની સજા ફરમાવ્યા બાદ તેની કરોડોની સંપતિના વારસદારો અંગે સમગ્ર દેશમાં અટકળો થઈ રહી હતી. જેનો અંત આવ્યો હોય તેમ હાલ ડેરા પરિવારની ખાનગી બેઠક બાદ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.