Abtak Media Google News
  • નિષ્ઠા જ રામ મંદિરનો પાયો છે, આ મંદિર પ્રતિષ્ઠા માટે નહીં નિષ્ઠા માટે છે,ભવ્યતા ભગ્ન થઈ શકે છે,દિવ્ય એ છે જે નીત-નૂતન હોય.

બધું જ છોડજો કથા ક્યારેય ન છોડતા, મુક્તિનો પણ ત્યાગ કરી દેજો.આકાંક્ષા આપણી પાત્રતાને બગાડી નાખે છે. પાંચમા દિવસે અયોધ્યાના એક મહાત્માએ પ્રશ્ન પૂછેલો કે રામ મંદિર ભવ્ય,દિવ્ય અને સેવ્ય છે તો એના ઉપર થોડોક પ્રકાશ પાડો.આધ્યાત્મિક રૂપમાં રામ મંદિર શું છે?

બાપુએ કહ્યું કે ભવ્યનો અર્થ છે ક્યારેક ને ક્યારેક એ જૂનું થશે,જૂનું થઈ શકે છે.દુનિયાની કોઈ પણ ભવ્યતા ક્યારેકને ક્યારેક પુરાની થાય છે.ભવ્યતા ભગ્ન થઈ શકે છે.દિવ્ય એ છે જે નીત-નૂતન હોય. દિવ્ય બસન ભૂષણ પહિરાયે;જે નીત નૂતન અંગ સુહાયે.

આ અર્ધાલીમાં દિવ્યતાનો સંકેત છે.જો માણસ સંકેત સમજી જાય તો બધું જ સમજી જાય છે અને જે સંકેત નથી સમજતો એ કંઈ સમજી શકતો નથી. અધ્યાત્મ જગતમાં પરિભાષાથી પણ વધારે સંકેત મહત્વનો છે.બુધ્ધપુરુષ સંકેત કરે આપણે ન સમજીએ તો સૂત્રપાત કરે,સૂત્ર પછી પરિભાષા એ પછી વ્યાખ્યા અને ટીકાઓ આગળ ચાલતી હોય છે. ભગવત કથા સંકેત કરે છે.એટલે વારંવાર કહ્યું છે, એટલે જ કહું છું:બધું જ છોડજો કથા ક્યારેય ન છોડતા.મુક્તિનો પણ ત્યાગ કરી દેજો.ભરતજીએ બધું જ છોડ્યું છે:

અરથ ન ધરમ ન કામ રુચી,ગતિ ન ચહું નિરબાન; જનમ જનમ રતિ રામપદ યહી બરદાન ન આન ધર્મ,અર્થ,કામ અને મુક્તિ પણ ભરતજીએ છોડી છે સંકેત સમજો.ભગવત ગીતામાં 700 શ્લોક છે પણ મને કોઈ પૂછે કે મહત્વના પાંચ કયા? અર્જુન,  ધૃતરાષ્ટ્ર, સંજય, હનુમાનજીએ સાંભળી એને પોતાની રીતે જે પણ સંકેતો પકડ્યા હશે.બાપુએ કહ્યું કે હું બધાને પ્યાર કરું છું બધાથી ડીશકનેક્ટ છું એટલે બધાને પ્રેમ કરી શકું છું.દાદાએ કહેલું જ્ઞેય: સ નિત્ય સંન્યાસી અમારી પરંપરામાં વિષ્ણુદાદા સન્યાસી થઈ ગયા પણ હવે કોઈ સંન્યાસી નહીં.પણ એણે કહ્યું કે જિંદગીમાં ક્યારેય કોઈનો દ્વૈશ ન કરતો.બીજું કહ્યું કોઈની ક્યારેય અપેક્ષા ન રાખતા.આકાંક્ષા આપણી પાત્રતાને બગાડી નાખે છે.

પાંચ સંકેતોમાં-દ્વેષ ન કરતો,કોઈ આકાંક્ષા અને અપેક્ષા ન રાખતો.ત્રીજી વાત કરી બધું જ છોડી દેજે.કારણ કે બધું જ છોડી દે એની પાસે બધું જ આવી જાય છે.આકાશ બધું છોડે છે તો એની પાસે સૂરજ, ચાંદ, આકાશગંગા, બ્રહ્માંડ આવે છે કૃષ્ણ કહે છે સર્વ ધર્મમ્ પરિતજ્યં મામેકાં શરણં વ્રજ.. ચોથો શરણાગત થવાનો સંકેત,પાંચમો સંકેત તું મને ખૂબ જ પ્રિય છો એમ આખી દુનિયાને કહેજો કે તું મને ખૂબ પ્રિય છો.

દિવ્ય છે એ નિર્મળ રહે છે. સેવ્ય ની વ્યાખ્યા એ છે કે આપણું સેવ્ય હોય એ કાયમ સ્વતંત્ર હોવો જોઈએ,પોતાની મરજી પ્રમાણે અનુસરી શકે.

એ પછી બાપુ પોતાની મસ્તીમાં વ્યાસપીઠથી ઉતર્યા અને નૃત્ય સાથે રામકથાનું ગાન ડાન્સિંગ અને વોકિંગ કથા પછી શિવ ચરિત્ર નું ગાન કરવામાં આવ્યું.રામ પ્રાગટ્યની સંવાદી કથા બાદ અયોધ્યાની અલૌકિક ભૂમિ પરથી સમગ્ર બ્રહ્માંડને રામ જનમની વધાઇ અપાઇ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.