Abtak Media Google News

સોમવારે બપોરે મહાદેવજીનું ષોડષોપચાર પુજન, આરતી બાદ રાસની રમઝટ, બેન્ડની સુરાવલી સાથે રંગેચંગે ફુલેકું નીકળશે

રાજકોટની આજી નદીના કાંઠે સ્વયંભૂ તરીકે પ્રગતિ થયેલા અને રામનાથ મહાદેવ તરીકે વિખ્યાત થયેલ એ સ્વયંભુ રામનાથ મહાદેવની ૯૬મી વણાંગી સોમવાર બપોરે ચાર વાગ્યે રંગેચંગે નીકળશે.

વર્ણાગી શ્રાવણ માસના કોઇ એક સોમવારે  નિકળે છે. તા.૧૯ સોમવારે બપોરે સ્વયંભુ રામનાથ મહાદેવનું ષોડષોપચાર પુજન, આરતી થશે. અને ત્યારબાદ રાસની રમઝટ બેન્ડ સુરાવલી સાથે રંગે ચંગે શહેરના માર્ગ ઉપર રાજકોટની પ્રજાને દર્શન આપવા નિકળશે.

રાજકોટના સ્વ. પ્રજાવત્સલ રાજવી લાખાજીરાજબાપુએ રાજકોટની પ્રજા જયારે પ્લેગન બીમારીમાં સપડાયેલ આ બીમારીથી લોકોના મૃત્યુ થતા રાજવીનું હ્રદય હચમચી ગયું અને સ્વયંભૂ રામનાથ મહાદેવના સાનિઘ્યમાં આવીને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરી કે  હે સ્વયંભુ રામનાથ મહાદેવ મારી પ્રજાને આ પ્લેગ નામનો ભયાનક રોગ થયો છે. લોકો મૃત્યુને ભેટે છે. તમોને મારી પ્રાર્થના માી પ્રજા ઉપરનો આ મહા ભયંકર રોગ દુર કરો, હું તમારી વર્ણાગી રાજકોટ શહેરમાં ફેરવીશ.

ચમત્કાર રાજવીની પ્રાર્થના સાંભળીને રાજકોટની પ્રજામાંથી આ રોગ સંપૂર્ણ પણે નાબુદ થયો.

એ સમયે રાજવીએ સ્વયંભૂ રામનાથ મહાદેવની વર્ણાગી કાઢેલ, આજે પણ સ્વયંભૂ રામનાથ મહાદેવની વર્ણાગી શ્રાવણ માસના એક સોમવારે નિકળે છે.

આગામી સોમવારે નીકળનારી વર્ણાગી ૯૬મી છે.

વર્ણાગી રામનાથ મહાદેવના મંદીરથી ૩.૩૦ વાગ્યે નીકળી રામનાથ પરા મેઇન રોડ, કોઠારીયા નાકા, દરબારગઢ રોડ, સોની બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર સાંગણવા ચોક, રામાયણ પાઠશાળા (પ્રહલાદ રોડ) કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના રોડ થઇને રામનાથ મહાદેવના સ્થાનકે આવશે.

સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ વર્ણાગી (ફૂલેકા) માં જોડાવવા મહંત અરવિંદગીરી ગોસ્વામીએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.