Abtak Media Google News

રાણાવાવમાં એલપીજી ગેસ સિલિન્ડરનું ગોડાઉન પોરબંદર રોડ પર ગામની બહાર આવેલું છે. અને હાલ ચોમાસામાં ત્યાંનો માર્ગ અતિ બિસ્માર હોવાથી લોકોને ગેસ સિલિન્ડર લાવવામાં ભારે હાલાકી વેઠવી પડે છે.Img 20200727 133916

રાણાવાવ તાલુકામાં એલપીજી ગેસ એજન્સીનું ગોડાઉન ગામની બહાર પોરબંદર રોડ ઉપર વાડી વિસ્તારમાં આવેલું છે. જેથી ચોમાસામાં આ રસ્તો ભયકર ખરાબ હોય છે. આ રસ્તામાં પાણી ભરાય છે. અને કીચડ થાય છે. આ કીચડમાંથી ગામડાના લોકોને ગોડાઉનથી સિલિન્ડર લેવા જવા મજબુર બને છે તેથી ગ્રાહકોની માંગણી છે કે આ રસ્તો નગરપાલિકાની હદમાં આવે છે તો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું રીપેરીંગ કામ થાય અને જયાં સુધી રીપેરીંગ ન થાય ત્યાં સુધી ગેસ એજન્સી દ્વારા અન્ય ફેરાવવામાં આવે જેથી ગ્રાહકોને પરેશાની ન થાય આ અંગે નગરપાલીકાને લેખીતમાં અરજી સાથે માંગ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.