Abtak Media Google News

પંચનાથ મંદિરે 1000 થી વધુ દિકરીઓએ પ્રસાદ લીધો

સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સહિતના મહાનુભાવો ઉ5સ્થિત રહી માતાજીના દર્શન કર્યા

ભારદ્વાજ પરિવાર દ્વારા પંચનાથ મંદિર ખાતે રાંદલ માતાજીના  108 લોટા તેડવામાં આવ્યા હતા. શહેરભરમાંથી 1ર00 થી વધુ નાની મોટી દિકરીઓને પંચનાથ મંદિર ખાતે બોલાવી પગ-ધોઇ ચાંદલો કરી પ્રવેશ આપી પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અંજલીબેન રૂપાણી, રક્ષાબેન બોળીયા સહીતના મહાનુભાવો પંચનાથ મંદિર ઉ5સ્થિત રહી માતાજીના દર્શન કર્યા હતા.

અમારૂં સૌભાગ્ય છે કે 1ર00 દિકરીઓએ અમારી સાથે પ્રસાદ લીધો: નીતીન ભારદ્વાજ

Dsc 9753 Scaled

‘અબતક’ સાથેની વાતચીતમાં નીતીનભાઇ ભારદ્વાજએ જણાવ્યું હતું કે પંચનાથ મંદિરના પ્રાંગણમાં આજે ભારદ્વાજ પરિવાર દ્વારા રાંદલમાના 108 લોટા તેડવામાં આવ્યાં છેDsc 9751 1અંદાજે 1ર00 દિકરીઓએ પ્રસાદ લીધો છે. અમને લાભ મળ્યો છે. તમામ દિકરીઓના પગ ધોઇ ચાંદલો કર્યા બાદ પ્રવેશ આપી પ્રસાદ આપવામાં આવ્યો છે. અમારી સૌભાગ્ય છે 1ર00 દિકરીઓ અમારી સાથે પ્રસાદ લેશે. ભગવાનમાં રાંદલની કૃપાથી ખુબ સારો અને સફળ પૂર્વકનો કાર્યક્રમ સંપન્ન થયો.

પરિવારને ઘણા સમયથી માતાજીના લોટા તેડવાની ઇચ્છા હતી: અંશ ભારદ્વાજ

Capture 46

‘અબતક’ સાથેની વાતચીતમાં અંશ ભારદ્વાજએ જણાવ્યું હતું કે આજે અમારા પરિવાર દ્વારા પંચનાથ મંદિર ખાતે રાંદલ માતાજીના 108 લોટા તેડવામાં આવ્યા છે. ઘણા સમયથી મારા કાકા નીતીનભાઇ ભારદ્વાજને માતાજીના લોટા તેડવાની ઇચ્છા હતી પરંતુ કોઇને કોઇ કારણોસર માતાજીના લોટા તેડાઇ શકાતા નહોતા. ત્યારે આજે સમય સંજોગો થતાં સમય મળતા આજે 108 લોટા તેડવામાં આવ્યા છે. 1000 થી વધુ નાની મોટી દિકરીઓને (ગોરણી)ઓને મંદિર  પરિસરમાં પ્રસાદ આપવામાં આવેલ છે. આ તકે અમે પંચનાથ મંદિરના ટ્રસ્ટી દેવાંગભાઇ માંકડ અને તેની ટીમનો સહકાર તથા વ્યવસ્થા કરી આપવા બદલ આભાર માનીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.