Abtak Media Google News

મહિલા સહિત ત્રણ શખ્સોએ કુહાડી અને પાઈપ વડે મારમાર્યો: હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

સાવરકુંડલામાં હાથસણી રોડ પરરહેતા અને મજુરી કામ કરતા દંપતિ અને તેના પુત્ર પર પાડોશી શખ્સોએ વાડીમાંથી લાકડા લેવા બાબતે ઝઘડો કરી પરિવાર પર કુહાડી અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે દંપતિની ફરિયાદ પરથી મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશીષનો ગુના નોંધી તપાસ હાથ ધરી છે.આ અંગે સાવરકુંડલામાં હાથસણી રોડ પર રહેતા રાજુભાઈ બાબુભાઈ પરમારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ પાંચેક વાગ્યે બપોર પછીના સમયે હું તથા મારી ભાભી અરુણાબે ન તથા તેના બાળકો એ રીતેના ઘરે હતા . અને તેવામા મારી ભાભી અરુણાબેનની દિકરી હિરલ ઘરે આવેલ અને અમોને જણાવેલ કે આપણી શેરીમા આગળ રહેતા હંસાબેન મુકાભાઇ માધાભાઇ વાઘેલાએ મને આપણી વાડમાથી લાકડા નહી લેવા કહેતા આ હંસા મને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ આમ વાત મારી ભત્રીજી હિરલે મને કરતા હુ આ મુકા માધા વાઘેલાના ઘરે ઠપકો આપવા ગયેલ જે આ લોકોને સારુ નહી લાગતા .

હુ ઠપકો આપીને મારા ઘરે પહોચતા મારી પાછળ મુકા માધા વાઘેલા કે જેના હાથમાં કુહાડી હતી.તથા આ મુકાની પત્ની હંસા કે જેના હાથમાં પાઇપ હતો. તથા મુકા નો ભત્રીજો રાજેશ નનુ વાઘેલા કે જેના હાથમા પણ કુહાડી હતી . એ રીતેના ત્રણેય અમારા ઘરે આવીને ઘરના દરવાજા બહાર મને જેમફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી મે ગાળો દેવાની ના પાડતા આ ત્રણેય એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને તેમ ની પાસેના હથીયારો પૈકી મુકાએ તથા રાજેશે તેમના હાથમાની કુહાડી વડે મને માથામા જીવલેણ ઘા કરી દીધેલ અને હું સાએ તેના હાથમાનો પાઇપ વડે મને મોઢા ઉપર મારી દેતા.
જડબાના ભાગે ગંભીર ઇજા થયેલ અને મને લોહી નીકળવા લાગતા હું નીચે બેસી ગયેલ અને મને છોડાવવા મારી ભાભી તથા તેની દિકરી હિરલ તથા મારો ભત્રીજો વિશાલ વચ્ચે પડતા આ મુકા તથા રાજેશે તેના હાથમાની કુહાડીના એક એક ઘા અરુણાના માથામા મારી દેતા અરુણાને પણ માથામા ગંભીર જીવલેણ ઇજાઓ થયેલ છે .

અને મારા ભત્રીજા વિશાલને હંસાએ દાઢીના ભાગે પાઇપનો ઘા કરતા તેને દાઢીએ ઇજા થયેલ અને રાડારાડી દેકારો થતા આજુબાજુના માણસો ભેગા થઇ ગયેલ જેમા અમારી બાજુમા રહેતા દેહુરભાઇ ભલા ભાઇ ભરવાડ નાઓ 108 ને ફોન કરતા 108 આવતા પહેલા આ ત્રણેય આરોપીઓ તેના હથીયારો લઇ ત્યાંથી જતા રહે લ અને જતા જતા મને કહેતા ગયેલ કે આજ તો તે બચી ગયો છે.હવે પછી જો અમોને કંઇક કહીશતો જાનથી પતાવી દેવા પડશે. તેવી ધમકી આપી જતા રહેલ. અને અમને દાખલ કરવામાં આવેલ છે.પોલીસે રાજુભાઈની ફરિયાદ પરથી મુકા માધા વાઘેલા, રાજેશ નાનુ વાઘેલા અને હંસા સુકા વાઘેલા વિરૂધ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.