Abtak Media Google News

ગાંધીજીએ દેશ અને દુનિયાને ઘણુ શિખવ્યું છે તેમજ ઉઝેબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં ગાંધી સ્ટ્રીટ છે: કાખ્રમોન, હાવાસ ગુરુહિ ગૃપના કલાકાર

ગાયકી ઉપરાંત સંગીત વાઘ સાથે સ્ટેજ પરથી રાજકોટવાસીઓના મન-મસ્તીષ્ક પર મોહીની છવાઇ હતી

મહાનગરપાલીકા સંચાલિત મહાત્મા ગાંધી મ્યુઝીયમની ઉઝબેકિસ્તાનના હાવાસ ગુરૂહિ ગૃપના કલાકારોએ મુલાકાત લીધી હતી. તેમજ મ્યુઝીયમની મુલાકાત દરમ્યાન લાઇટ એન્ડ સાઉન્ડશોનું નિદર્શન નિહાળ્યું હતું. મહાત્મા ગાંધી મ્યુઝીયમનો વૈશ્વિક પ્રચાર-પ્રસાર થાય અને મ્યુઝીયમની ઓળખ વિશ્વ સ્તરે થાય તેવા હેતુસર આ ગૃપ દ્વારા મ્યુઝીયમ પરિસરમાં આવેલ કોર્ટયાર્ડ ખાતે ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તેને રે કહીએ, જન-ગણ મન  તથા અન્ય ગીતોનું લાઇવ પરફોમન્સ આપ્યું હતું.

Rangila-Rajkotians-Jhumhi-Uthaya-Raised-Artists-From-Uzbekistan
rangila-rajkotians-jhumhi-uthaya-raised-artists-from-uzbekistan

મહાનગરપાલીકાના કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કેમહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમીતે વૈષ્ણવ જનતેનેરે કહીએ ભજન મહત્તમ ભાષાઓમાં ગવાય તેવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા છે. કાખ્રમોન ગાંધીજીમાં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. કાખ્રમોન હિન્દી કે અંગ્રેજી ભાષા ન જાણતા હોવા છતા તે ભારતની અનેક ભાષાઓમાં ગીતો ગાય છે.

Rangila-Rajkotians-Jhumhi-Uthaya-Raised-Artists-From-Uzbekistan
rangila-rajkotians-jhumhi-uthaya-raised-artists-from-uzbekistan

કાખ્રમોન અંતરમનને ઝંકૃતકરી દે તેવી ગાવાની અદભુત છટા ધરાવતા ગૃપના મુખ્ય સિંગર તેઓ શ્રેષ્ઠ કી બોર્ડ પ્લેયર તેમજ મ્યુઝીક કંમ્પોઝર પણ છે. ઉઝબેકિસ્તાનનો સર્વ શ્રેષ્ઠ ગણાતો તેમજ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થતો નિહોલ એવોર્ડ તેમના નામે છે. તેવા કાખ્રમોને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા યુ ટ્યુબમાં મ્યુઝીયમનો વિડીયો જોયો હતો તેના કરતા પણ વધુ સુંદર આ મ્યુઝીયમ છે. આ મ્યુઝીયમની મુલાકાત પણ ખુબજ સુંદર રહી છે. ગાંધીજીએ દેશ અને દુનિયાને ધણુ શિખવ્યું છે. ઉઝેબેકિસ્તાનના તાશ્કંદ શહેરમાં ગાંધી સ્ટ્રીટ છે અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી ઉજવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર 11 વર્ષની ઉંમર ધરાવતી રોબીયા, હાવાસ ગુરૂહિ ગૃપની સૌથી નાની સિંગર છે જેને ઇશ્વરે અત્યંત નિર્દોષતા સાથેનું અલૌકિક વ્યકતત્વિ બક્ષ્યું છે. તેણી પણ સ્ટેજ પર વાયોલિનીસ્ટ તેમજ સીંગર, બન્નેનો રોલ બખૂબીનિભાવી જાણે છે. તેણીએ માત્ર છ વર્ષની નાની ઉંમરે શ્રૈષ્ઠ વાયોલિનીસ્ટ તરીકે ઇન્ટરનેશનલ એવોર્ડ મળેવેલો છે. દસ વર્ષની કારકિર્દીમાં તેઓ ભારત સહીત વિશ્વભરના દેશોમાં અગણીત કોન્સર્ટ કરી ચુકયા છે.

Rangila-Rajkotians-Jhumhi-Uthaya-Raised-Artists-From-Uzbekistan
rangila-rajkotians-jhumhi-uthaya-raised-artists-from-uzbekistan
Rangila-Rajkotians-Jhumhi-Uthaya-Raised-Artists-From-Uzbekistan
rangila-rajkotians-jhumhi-uthaya-raised-artists-from-uzbekistan
Rangila-Rajkotians-Jhumhi-Uthaya-Raised-Artists-From-Uzbekistan
rangila-rajkotians-jhumhi-uthaya-raised-artists-from-uzbekistan

આનંદ તેમજ આશ્રર્યની વાતનો એ છે કે કાખ્રમૌન અને રોબિયા ભાઇ-બહેનની જોડીએ રાજકોટ વાસીઓને પોતાનાગીતાની વિવિધ ધુનો પર લોકોને ડોલાવ્યા હતા. ગાયકી ઉપરાંત સંગીત વાઘ સાથે સ્ટેજ પરથી રાજકોટવાસીઓના મન-મસ્તીષ્ક પર મોહીની છવાઇ ગઈ હતી. આ પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા સહિત અનેક મહાનુભાવો અને રાજકોટવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.