Abtak Media Google News

અયોઘ્યામાં ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વ દેશમાં તમામ ધાર્મિક સ્થળોની સાફ-સફાઇ કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાંકને ગુજરાતે હોંશભેર ઝીલી લીધી છે. ગઇકાલથી ગુજરાતમાં મંદિરો તથા આસપાસના વિસ્તારોમાં સફાઇ અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. આ અભિયાન આગામી રરમી જાન્યુઆરી સુધી ચાલશે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિરમાં સી.એમ.એ. કરી સફાઇ

રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવાના દરમ્યાન જન અભિયાનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં રામજી મંદિરના સ્વચ્છતા સફાઈ  અભિયાન માં સહભાગી થયા હતા.

Fb Img 1705231355067

અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ

યોજાવાનો છે.  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ  આ પવિત્ર ઉત્સવ ના સંદર્ભમાં  દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ  માટે સાર્વત્રિક રીતે સફાઈ  અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે.

ગુજરાત વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા પ્રતિબદ્ધ છે.તદનુસાર રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા રરમી જાન્યુઆરી સુધી  સફાઈ અભિયાન નું  જન આદોલન હાથ ધરાશે.

સી.એમ. ગઇકાલે મકર સંક્રાંતિ ના દિવસે સવારે 9 30 વાગ્યે અમદાવાદ ના મેમનગર વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.