Abtak Media Google News

બંગાળના પ્રથમ દાવમાં 174 રનના જવાબમાં સૌરાષ્ટ્રનો સ્કોર 287/5

કોલકત્તાના ઐતિહાસિક એવા ઇડન ગાર્ડન ખાતે રમાઇ રહેલી રણજી ટ્રોફીના ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે મજબૂત પકડ મેળવી લીધી હતી. બંગાળના પ્રથમ દાવના 174 રનના જવાબમાં સૌરાષ્ટ્રે આ લખાઇ રહ્યું છે. પાંચ વિકેટના ભોગે ચાના વિરામ સુધીની રમતના અંતે 238 રન બનાવી લીધાં છે અને 64 રનની મહત્વપૂર્ણ લીડ હાંસલ કરી લીધી છે. અર્પિત વસાવડા અને ચિરાગ જાની બેટીંગ કરી રહ્યાં છે.

Advertisement

ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ લેવાનો નિર્ણય લીધો હતો. બંગાળની ટીમ પ્રથમ દાવમાં માત્ર 174 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દિવસના અંતે બે વિકેટના ભોગે 81 રન બનાવી લીધા હતાં. ગઇકાલે 38 રન સાથે અણનમ રહેલા ઓપનર હાર્વિક દેસાઇએ અડધી સદી ફટકારી હતી. જ્યારે શેલ્ડન જેક્શને પણ અડધી સદી ફટકારી હતી. ચાના વિરામ પહેલા સૌરાષ્ટ્રની ટીમે બંગાળ પર લીડ મેળવી લીધી છે.

ઇનફોર્મ બેટ્સમેન અર્પિત વસાવડા હાલ 65 રન સાથે મેદાન છે. જ્યારે ચિરાગ જાની 45 રને રમી રહ્યો છે. સૌરાષ્ટ્રે 67 ઓવરમાં પાંચ વિકેટો ગુમાવી 287 રન બનાવી લીધા છે અને મહત્વપૂર્ણ કહી શકાય તેવી 64 રનની લીડ મેળવી છે. હજુ સૌરાષ્ટ્રના હાથમાં પાંચ વિકેટો છે. ઓલ રાઉન્ડર જયદેવ ઉનડકટ, પાર્થ ભૂત અને પ્રેરક માંકડની બેટીંગ બાકી છે. મેચના બીજા જ દિવસે સૌરાષ્ટ્રે રણજી ટ્રોફીના ફાઇનલમાં બંગાળ પર મજબૂત પકડ મેળવી લીધી છે. જો સૌરાષ્ટ્ર 200 થી વધુ રનની લીડ મેળવી લેશે તો રણજી ટ્રોફીના ફાઇનલમાં ચેમ્પિયન બનવાની શક્યતા વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.