Abtak Media Google News

શ્રીમદ્ ભાગવદ સપ્તાહ તેમજ સવરા મંડપ-બારપોરા પાઠ મહોત્સવનું  આયોજન

કાલાવડ (શીતલા) તાલુકાના નવા રણુંજા (દેવપુર) ખાતે હીરાભગતની જગ્યામાં સમસ્ત ભરવાડ સમાજ દ્વારા નવા નિર્માણ પામેલ મંદિરનુ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભાગવદ સપ્તાહ, સવરા મંડપ, પાટ મહોત્સવ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન આગામી તા.06/05/2022 થી તા.12/05/2022 દરમિયાન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમોમાં ભરવાડ સમાજના તથા અન્ય સમાજનાં લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે આ કાર્યક્રમ દરમિયાન રાત્રીના જુદા જુદા પ્રોગ્રામો, સાંસ્કૃતિક કાર્યક્રમોનું , રાસ ગરબા, નાટક મંડળ, રામામંડળનું પણ આયોજન કરવામાં આવેલ છે.

પ્રથમ દિવસીય કાર્યક્રમ દરમિયાન બે દિવસ આશરે 90 (નેવુ) જેટલી જોડીઓ સાતક બેસીને હોમ હવન કરશે અને ત્રીજા દિવસે તા. 08/05/2022 ને રવિવારના રોજ સવારે નવા બનાવેલ મંદિરમાં શ્રી રામદેવજી મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.  આ કાર્યક્રમોમાં ભરવાડ સમાજનાં ધર્મગુરુ ઝાઝાવડાદેવ થરાના મહંત પ.પૂ મહામંડલેશ્વર ઘનશ્યામપૂરી બાપુ તથા તોરણીયાના મહંત પ.પૂ ધર્મભૂષણ રાજેન્દ્રદાસ બાપુ તેમત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહીને આર્શીવચનો પાઠવશે.

આ ભવ્ય આયોજનમાં તા.08/05/2022નાં રોજ સાંજે 7.00 કલાકે ખાસ એક અતિથિ સત્કાર સમારોહનું આયોજન પણ કરવામાં આવેલ છે જેમાં ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  સી.આર.પાટિલ  તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી  તેમજ જામનગર જિલ્લાના સંસદઓ, કેબિનેટ મંત્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીનાં જુદા જુદા પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરવાડ સમાજનાં આગેવાનઓમાં હરીભાઇ ટોયટા, ગોરધનભાઈ ભરવાડ, રાજાભાઈ ઝાપડા,બટુકભાઇ ઝાપડા, વિરમભાઈ વકાતર, જાદવભાઈ લાંબરીયા, મછાભાઈ ઠૂંગા વગેરેના માર્ગદર્શન નીચે ભરવાડ સમાજની યુવા ટીમમાં ભોજાભાઈ વી. ટોયટા, ભાવેશભાઇ ઠુંગા, વિરમભાઈ મુંધવા, અમિતભાઈ મુંધવા, વિજયભાઈ ઠુંગા, પ્રતાપભાઈ કાટોડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.