Abtak Media Google News

આલા રે આલા સિમ્બા આલા

રણવીર બન્યો ડાર્લિંગ ઓફ ઓડિયન્સ સિંઘમની સરપ્રાઇઝ એંટ્રી

કલાકારો :રણવીર સિંહ સારા અલી ખાન આશુતોષ રાણા અજય દેવગન

નિર્દેશક: રોહિત શેટ્ટી

મ્યૂઝિક :તનિષ્ક બાગ્ચી

રેટિંગ:પાંચ માં થી સાડા ત્રણ સ્ટાર

સ્ટોરી :સંગ્રામ ભાલે રાવ ગોવા નો ભ્રષ્ટાચાર પોલિસ અધિકારી છે. પરંતુ તેની કહેવાંતી બેન પર ડોન દુર્વા રાનડે (સોનુ સૂદ) ના બદમાશ ભાઈ રેપ કરી હત્યા નિપજાવે છે. તેનો બદલો લેવા માટે ભાલે રાવ કસમ ખાય છે. દરમિયાન ટીફીન સર્વિસ કરતી શગુન ને સાથે ભાલે રાવ દિલ દઈ બેસે છે. અંત માં ભાલે રાવ ડોન નો ખાત્મો કરે છે.

Advertisement

એક્ટિંગ :ભાલેરાવ ના કિરદાર માં રણવીર સિંહ રિતસર રમી ગયો છે. તે લાઇટ સીન ઇમોશનલ સીન. ડ્રામેટિક અને મેલો ડ્રામેટિક સીન  તેમજ એક્શન સીન માં જામ્યો છે. એમ કહી શકાય કે તે  સિમ્બાના રોલ મા ડાર્લિંગ ઓફ ઓડિયન્સ બની ગયો છે. સારા માટે આ ફિલ્મમાં લિમિટેડ સકોપ છે. તે ખૂબસૂરત અને ગ્લેમરસ લાગી છે . આ સિવાય આશુતોષ રાણા અને સિદ્ધાર્થ જાધવનો દમદાર અભિનય છે. અજય દેવગન મહેમાન ભૂમિકામાં છે. પરદા પર તેની એન્ટ્રી થાય ત્યારે સિનેમા હોલ સીટી અને તાળી થી ગુંજી ઉઠે છે.

નિર્દેશન: રોહિત શેટ્ટી નું નિર્દેશન સુપર્બ છે. ફિલ્મ માં માત્ર એક્શન જ નથી બલ્કે હ્યુમર ઈમોશન રોમાન્સ બધું જ છે. ફિલ્મ નો ફર્સ્ટ હાફ લાઇટ મુમેંટ થી ભરપૂર છે જ્યારે સેકંડ હાફ એટલે કે ઇન્ટરવલ બાદ ફિલ્મ ગંભીર બની જાય છે. ફિલ્મ નો અંત એક્શન અને સરપ્રાઇઝ વાળો છે.

મ્યૂઝિક :મ્યૂઝિક તનિષ્ક બાગ્ચી  નું છે. આંખ મારે વો લડકી આંખ મારે અને તેરે બિન નહીં લાગતા દિલ આ બંને ગીત ફિલ્મ ની રફતાર ને અનુરૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.