Abtak Media Google News

સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ પાસે ગ્રાન્ટના નામે ખાતું ‘નીલ’, સુવિધાઓના અભાવ અંગે મુખ્યમંત્રીને આવેદન

રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર આવેલા રોડ-રસ્તાઓ સાવ બિસ્માર હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રીના દરબાર સુધી રોગી કલ્યાણ સમિતિ દ્વારા પહોંચાડવામાં આવી હતી. રાજકોટની મુલાકાતે આવેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી રોગી કલ્યાણ સમિતિ એ સિવિલ હોસ્પિટલની અંદર આવેલા રોડ-રસ્તાઓ ડામર અથવા તો સિમેન્ટથી રીપેર કરવાની માંગ સાથેનું એક આવેદનપત્ર પાઠવ્યું હતું

રોગી કલ્યાણ સમિતિ પાસે ફડકે બેલેન્સ ન હોવાથી છેલ્લા છ મહિનાથી બિસ્માર હાલતમાં ખાડા વાળા રસ્તાઓ દર્દીઓ અને જનતા માટે માથાનો દુખાવો બની ગયો છે એક વોર્ડમાંથી બીજાવોર્ડમાં લઈ જવા માટે દર્દીઓ ને ખાડા વાળા રસ્તામાંથી પસાર થવું પડે છે રાહદારીઓ અને દર્દીઓના સગાઓ ના વાહન પણ યોગ્ય રીતે ચાલતા નથી સાથે સાથે કોરોના ના દર્દીઓ ને સારી સારવાર મળી રહે તે માટે રાજકોટ સિવિલમાં અનુભવી ડોકટરોની પણ સતત વર્તાય છે

રાત્રે એક ગેટથી બીજા ગેટ સુધી મા આવારા તત્વોની રંજાડ પણ રહેશે સિવિલ હોસ્પિટલમાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કાયમી જરૂરિયાતો લાંબા સમયથી પણ ઉકેલ છે અને ઇન્ચાર્જ કામ ચલાવવામાં આવે છે ત્યારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રને મજબૂત કરી રોડ-રસ્તાઓ રિપેર કરવા રોગી કલ્યાણ સમિતિ એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.