Abtak Media Google News

ગોંડલ ચોકડી ખાતે બ્રીજનું  લોકાર્પણ અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે, પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવવાના છે. તેઓ ગોંડલ ચોકડી ખાતે બ્રીજનું  લોકાર્પણ અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સહાયનું વિતરણ કરશે. આ સાથે પાટીદાર બિઝનેશ સમિટમાં હાજરી આપશે.

મુખ્યમંત્રીની આવતીકાલની રાજકોટની મુલાકાતના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.

નિવાસી અધિક કલેક્ટર કે.બી. ઠક્કરે બેઠકના પ્રારંભે ઉપસ્થિત અધિકારીઓને આવકાર્યા હતા અને પુરી સજ્જતા સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી.

પોલીસ હેડ ક્વાર્ટર, ગોંડલ ચોકડી તથા હોટેલ રીજન્સી લગુન ખાતે યોજાનારા મુખ્યમંત્રીના  કાર્યક્રમ સંબંધિત સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પીવાનુ પાણી, સેનિટેશન, સફાઈ, ઓડિયન્સ, ટ્રાફિક, વિક્ષેપવિહીન વીજળી વગેરેની યોગ્ય ગોઠવણ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. કાર્યક્રમના સ્થળે એલ.ઈ.ડી. એનાઉન્સર, લાભાર્થીઓ વગેરેનું સુચારૂ આયોજન ગોઠવવા પર  ઠક્કરે ભાર મૂક્યો હતો

આ બેઠકમાં અધિક કલેક્ટર જે.એસ.ખાચર, પ્રાંત અધિકારીઓ  કે. જી. ચૌધરી, સંદીપ વર્મા તથા વિવેક ટાંક, મામલતદાર  જાનકી પટેલ તથા આઇ.જી.ઝાલા, તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.