Abtak Media Google News

ર૦૧૪થી ભૂગર્ભ ગટરનું મેઈન્ટેનન્સ કરવામાં ન આવતું હોય જોડીયામાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે

જોડીયા ગામે ભૂગર્ભ ગટરનું કામ રૂ. ૧૦ કરોડ ના પેકેજથી મોટાપાયે ભ્રષ્ટાચાર કરી અધિકારીઓ અને પદાધિકારીઓની મીલી ભગતથી ગટરનું કામ ઘણી ક્ષતીઓ સાથે પૂર્ણ કરેલ છે જે તે વખતે ટેન્ડરની સાથે જ ભૂગર્ભ ગટર મેન્ટેનન્સનો ટેન્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો. ૨૦૧૪ થી આ ભૂગર્ભ ગટરનું મેન્ટેનન્ટ કરવામાં આવતું નથી જેના કારણે સમગ્ર જોડીયામાં ગંદકીનું સામ્રાજય જોવા મળે છે આ ભૂગર્ભ ગટરનું કામમાં ઘણી ખામીઓ નરી આંખે જોય શકાય છે.

Advertisement

ભૂગર્ભ ગટરના પ્લાન એસ્ટીમેટમાં જેટલી કુંડીઓ છે એના કરતા ઘણી ઓછી કુંડીઓ કરવામાં આવી છે જે સ્પષ્ટ રીતે જોય શકાય છે. ઘણી જગ્યાએ એક કુંડીથી બીજી કુંડી વચ્ચે પાઇપ નાખવામાં આવેલ નથી. માત્ર કુંડીઓ કરી બારથી દેખાવ કરવામાં આવેલ છે.

હાલ જોડીયા ભૂગર્ભ ગટરનું મેન્ટેનન્સ માટે અધિકારી દ્વારા જાણી જોયને આંખ આડા કામ કરવામાં આવે છે. અને સિંચાય વિભાગ જીલ્લા પંચાયત જામનગર પોતાની ફરજમાંથી બચવા માટે ગ્રામ પંચાયત ધરાર મેન્ટેનન્સ કરવા માટે આગ્રહ રાખવામાં આવે છે જે તે વખતે આ ગટરનું સિંચાય વિભાગ દ્વારા ચોકસાઇથી કામ કરાવવામાં આવેલ ન હતું અને લાંભ લઇ નબણું કામ જાણી જોયને ચલાવવામાં આવેલ હતું. આજે અમે સિંચાઇ વિભાગ જી.પં. જામનગર ને ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે આપની મીઠી નજરે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે જેનું ઉત્તમ નમુનો જોડીયા ભુગર્ભ ગટરને જોય શકાય છે.

ભાજપ સરકાર દ્વારા નાના નાના કામોના પણ લોકાર્પણ કરવામાં આવતા હોય છે જોડીયા ભૂગર્ભ ગટરનું ૧૦ કરોડની યોજાન પૂર્ણ થઇ ગયેલ હોવા છતાં આ માટે લોકાપર્ણ કરેલ નથી એ એક લોક મુખે વાત સાંભળવા મડે છે. આ મંદ બુઘ્ધિની સરકાર લોકાર્પણ કરવાનું ભૂલી ગઇ હોય તો જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જોડીયા ગામના આલાયાભાઇ જે મંદ બુઘ્ધીના તેના હાથે આજરોજ આ ગટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.