Abtak Media Google News

ટ્રક, ટ્રાન્સપોર્ટરોની હડતાળના પાંચમા દિવસે મોરબીમાં મૌન રેલી યોજ્યા બાદ નારાજ ટ્રાન્સપોર્ટરોએ કંડલા હાઇવે પર ચક્કાજામ સર્જતાં વાહનોના થપ્પા લાગ્યા હતા.

Img 20180724 Wa0047ટ્રાન્સપોર્ટરો દ્વારા જુદી જુદી માંગણીને લઈ દેશવ્યાપી હડતાલ પાડવામાં આવો છે ત્યારે આજે મોરબી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મૌન રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ત્યાર બાદ રોષે ભરાયેલા ટ્રાન્સપોર્ટરો દ્વારા કંડલા હાઇવે પર જઈ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

Advertisement

Img 20180724 Wa0045

ટ્રાન્સપોર્ટરો દ્વારા કંડલા હાઇવે પર ચક્કાજામ કરવામાં આવતા હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો અને બાદમાં પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.