Abtak Media Google News

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત 23મી રાષ્ટ્રકથા શિબીરમાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા પ્રાંસલા મુકામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબીરના પાંચમા  દિવસે સ્વામી ધર્મબંધુજી ઉપરાંત તામિલનાડુના રાજયપાલ આર. એન.રાવી, અભિનેતા મુકેશ ખન્ના ના પ્રવચન યોજાયા હતા.

Advertisement

સ્વામી ધર્મબંધુજીએ ત્યારે શિબીરાર્થીઓને સંબોધતા જણાવેલ કે, પ્રત્યેક શિબીરાર્થીએ  સમાજના અન્ય લોકો આપને આદર્શ નાગરિક તરીકે પ્રસ્થાપિત કરે  એવું જીવન જીવવું જોઇએ. આપણા રાષ્ટ્રને અનુપમ પ્રેમ કરવો જોઇએ અને કદાપી રાષ્ટ્રીય હિત કે રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન થાય એવું કૃત્ય કદાપી ના કરવું જોઇએ. આપણી સભ્યતા, સંસ્કૃતિ, વિરાસત, ઇતિહાસનો અભ્યાસ કરવો જોઇએ.

Screenshot 11 9

સુંદરતાને વ્યાખ્યાયિત કરતાં સ્વામીજી એ જણાવેલ કે પ્રકૃતિમાં જે છે તે સઘળું સુંદર છે. સુંદરતા માપવા માટે ફિલોસોફર બ્રિકોફ્ના સુત્ર  એમ= ઓ/ સી વિશે સમજુતી આપતા સ્વામીજી એ જણાવેલ કે, કોઇ સાબુ, શેમ્પુ, પાવડર કે લોશનથી નહીં પરંતુ વ્યકતિના ચારિત્રય, વ્યવહાર, વર્તુણુકથી વ્યક્તિની આભા અને સુંદરતા નિખરે છે. કોઇપણ મોટા ગજાના અને લાંબા સમયગાળાના કાર્યને હાથ ધરતાં પહેલા જે તે કાર્ય વિશે તમારી ઋચિ અને કાર્યક્ષમતા કેટલી છે તે સ્વયં ચકાસવી જોઇએ.  ત્યારબાદ જે તે કાર્ય કરતાં પુર્વે તેના વિશે પર્યાપ્ત માહિતી એકત્રિત કરી, તેનું  વિશ્ર્લેષણ કરીને, તેની સત્યતા ચકાસવી જોઇએ અને પુર્ણ રૂપથી યોજનાને અમલ કરતાં પુર્વે થોડો પાયલોટ પ્રોજેકટ હાથ ધરીને આગળ વધવું જોઇએ.

તામિલનાડુના રાજયપાલ આર. એન.રાવી એ સંબોધન કરતાં જણાવેલ કે, પ્રાચીન કાળમાં આપણું રાષ્ટ્ર વિશ્ર્વની અર્થ વ્યવસ્થામાં ત્રીજા ભાગનું પ્રદાન આપતો વિકસિત દેશ હતો. જે પરાધીન થવાથી આપણા ગરિમાભર્યા વિરાસતથી આપણે વિમુખ થઇ ગયા છીએ ત્યારે રાષ્ટ્રકથા શિબીર ભારતની ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, દર્શન, અધ્યાત્મથી પરિચિત કરાવીને ભારતને પુન: વિકસિત દેશ બનાવવા માટે પ્રેરિત કરવાનો ભગીરથ પુરૂષાર્થ છે.  ભારત કયાં વસે છે ? ભારત એ કોઇ ભૌગોલિક ટુકડો માત્ર નથી. આપણે ભારતને સર્વત્ર અનુભવીએ છીએ. આથી જ ભૂમિપુજન વેળા ઉચ્ચારવામાં આવે છે ‘જમ્બુદ્રીપે ભારત ખંડ’.  આપણે જળાભિષેક વેળા ઉચ્ચારીએ છીએ ‘ગંગા, સિંધુ , કાવેરી, ગોદાવરી…’ આપણે પંચમહાભૂતની સાક્ષીએ પૂજા કરીએ છીએ. આઝાદી પછી રાષ્ટ્રના સુચારૂ સંચાલન માટે સંવિધાન ગ્રંથ ની રચના કરવામાં આવી. Screenshot 12 7

ગવર્નર રાવીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં કોરોના પછી વિશ્ર્વના મોટા દેશો પણ અર્થિક મંદીના વમળમાં અટવાઇ પડયા છે. ત્યારે ભારત તેજ ગતિએ વિકસિત દેશ બનવા આગળ વધી રહ્યું છે. છેલ્લા દસકામાં ભારતમાં સ્ટાર્ટ અપની સંખ્યા 800 થી વધીને 90000ને આંબી રહી છે. જે ભારતમાં યુવા પેઢીનો આભને આંબતો આત્મવિશ્ર્વાસ દર્શાવે છે. આવનાર 25 વર્ષ પછી ભારત આઝાદીની શતાબ્દી ઉજવે ત્યારે ભારતની પ્રથમ કક્ષાની અર્થવ્યવસ્થા બને તેમાં યોગદાન આપવા તેમણે શિબીરાર્થીઓને આવહાન કર્યુ હતું.

ભારત્નો આત્મા કરૂણાથી સભર છે. જયાં મદદની જરૂર પડે ત્યારે ભારત કોઇ અપેક્ષા વિના મિત્રદાવે નાના દેશોને હૂંફ આપે છે. જેમકે, કોરોના વેળા અનેક દેશોને વેકસીન આપવી, શ્રીલંકાનું અર્થતંત્ર ભાંગી પડયું ત્યારે વિના શરતે અનાજ, શિક્ષણ વિગેરે માટે મદદરૂપ થયા હતા.આથી જ ભારત વિશ્ર્વની મોટી અર્થવ્યવસ્થા બનવા જઇ રહેલ છે તે જોઇને અનેક દેશો ખુશ થઇ રહ્યા છે. રાજયપાલ  રાવીએ આવનાર સમયમાં ભારત નિ:સંદેહ વિશ્ર્વગુરૂ બનવા જઇ રહ્યું છે ત્યારે તેમાં ગૌરવશાળી પ્રદાન આપવા શિબીરાર્થીઓને સંકલ્પબધ્ધ થવા અનુરોધ કર્યો હતો.

જીવનની પરિક્ષામાં પાસ થવા પ્રયાસ કરો: મુકેશ ખન્ના

‘શક્તિમાન’ મુકેશ ખન્ના એ શિબીરાર્થીઓને  જિંદગીની પરિક્ષામાં અવલ્લ સ્થાન પામવા માટે શારિરીક- માનસિક્- આધ્યાત્મિક રીતે સક્ષમ બનવા અનુરોધ કર્યો હતો. આવી રહેલી પરિક્ષા માટે ખુબ મહેનત કરવાની સાથે- સાથે તેના પરિણામોથી કદાપી નિરાશ ના થવું. વર્ગખંડમાં એકાગ્રતાથી અભ્યાસ કરવા. આ સાથે થોડી મેદાની રમતોમાં સામેલ થવા અને નિત્ય યોગ – કસરતથી સ્વાસ્થય જાળવી રાખવા અને શરીરને મંદિર જેવું પવિત્ર રાખવા કદાપી તમાકુ કે અન્ય કોઇ નશીલા પદાર્થોનું સેવન ના કરવાની શીખ આપી હતી. હંમેશા સ્ત્રીઓને સન્માન આપવા અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.