પ્રાંસલા : સ્વામી ધર્મબંધુજી પ્રેરિત વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા 23મી રાષ્ટ્રકથા શિબીરમાં ભારે જમાવટ

સ્વામી ધર્મબંધુજી પ્રાંસલા મુકામે યોજાયેલી રાષ્ટ્રકથા શિબીરના આજે દ્રિતીય દિવસના પ્રવચન સત્રને સંબોધિત કરવા માટે સુપ્રિમ કોર્ટના જજ દિનેશ મહેશ્ર્વરી, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા, જમ્મુ- કાશ્મીરના રાજય પોલિસ વડા દિલબારસિંઘ, ઇસરોના વૈજ્ઞાનિક કે.કે. શ્રુત, જનરલ જી.ડી. બક્ષી ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામી ધર્મબંધુજીએ જણાવેલ કે, તબીબી અને મનોવિજ્ઞાન કહે છે, જીવનના પ્રથમ સાત વર્ષ સુધીમાં બાળક જે શીખે છે તે તેના મગજની 95% યાદ શક્તિ રોકી લે છે. જયારે 7 થી 25 વર્ષ સુધીની ઉંમરમાં તે શિક્ષણ, સંવેદના દ્વારા જે શીખે છે તે બાકીની 5 % યાદ શક્તિ રોકે છે. 25 વર્ષ પછી વ્યક્તિના જીવનમાં કોઇ સુધારા -શીખવાની સંભાવના રહેતી નથી. આથી અહીંયા શિબીરમાં 13થી 20 વર્ષની ઉંમરના શિબીરાર્થીઓને આમંત્રિત કરીને તેમના જીવનમાં રાષ્ટ્રીયતાના સદગુણો સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

તેમણે જણાવેલ કે, વિશ્ર્વની 5 % ડેડ ઝોન એટલે કે દુનિયાની કોઇપણ ઘટનાઓ સાથે તેને કોઇ લેવા-દેવા નથી હોતું. માત્ર પશુવૃત ખાવા- પીવામાં તેમનું જીવન પુરૂ થઇ જાય છે. વિશ્ર્વની 5 % પ્રજા પેનીક ઝોનમાં એટલે કે કાર્ય પુર્ન કરવાને બદલે હંમેશા ફરિયાદ કરવાના મુડમાં રહે છે. 85 % પ્રજા કમ્ફોર્ટ ઝોન એટલે કે આરામ પ્રિય પ્રજા છે. જયારે શેષ 5 % પ્રજા સ્ટ્રેચ ઝોનમાં રહે છે, જે તેમની અપેક્ષાથી વધુ પરિણામ આપવા તનતોડ મહેનત કરે છે. વિશ્ર્વમાં સફળતાનો ઇતિહાસ આ શેષ 5 % પ્રજાનો જ આલેખાય છે.

આપને ક્મ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી સ્ટ્રેચ ઝોનમાં લાવવા માટે આ શિબીર યોજવામાં આવી છે. વધુમાં તેમણે જીવનમાં સફળતા પામવા માટે પોતાના કાર્ય માટે સ્વયંને જવાબદાર સમજો, સંબધોને સંવર્ધિત અને પ્રોત્સાહિત કરો, પ્રત્યેક પરિસ્થિતીમાં ખુશ રહો અને પોતાની જરૂરિયાતિને મર્યાદિત રાખવા એમ ચાર સિધ્ધાંતો અનુસરવાનો અનુરોધ કર્યો હતો.

વૈજ્ઞાનિક કે.કે. શ્રુત એ અંતરિક્ષમાં છોડવામાં આવતા ત્રિવિધ પ્રકારના સેટેલાઇટ વિશે જાણકારી આપીને તેનાથી આપણું જીવન કેટલું સુલમ બન્યું એ વિશે જણાવેલ.

આ પ્રસંગે કાશ્મીરી શિબીરાર્થીએ અત્રે શિબિરમાં તે અને તેમની સાથે જમ્મુ, કાશ્મીર, લડાખના 300 શિબીરાર્થીઓ જોડાયને તે રાષ્ટ્રીયતાના મંચ પર આવ્યાનું ગર્વ અનુભવે છે તેમ જણાવેલ

આજે શિબિરમાં ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયા, પૂવ ધારાસભ્ય પ્રવીણભાઇ માકડીયા, રાજકોટ ડેરના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, મનસુખભાઇ ખાચરીયા તેમજ પ્રાંસલામાં ડોમ બનાવવા માટે રૂ. 7 કરોડની લોન આપનાર મુંબઇના યુવાન કૌશિકભાઇ પટેલ વિગેરેને સન્માનીત કરાયા હતા.

Screenshot 3 17 રાષ્ટ્ર માટે જીવવું અને કંઇક કરવું એ બધાની જવાબદારી છે: કેન્દ્રિય મંત્રી માંડવીયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ પ્રાંતવાદ -જાતિવાદને દેશવટો આપીને પ્રત્યેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું કર્તવ્ય નિભાવવું જોઇએ. આ માટે અહીંયા વિવિધ રાજયોના શિબીરાર્થીઓને આમંત્રિત કરીને અત્રે રાષ્ટ્રવાદ તરફ સહુને પ્રેરવામાં આવી રહ્યા છે.

આજકાલ દરેક બાબત માટે પશ્ર્વિમી અનુકરણ કરનારાઓને તેમણે આપણા મુલ્યો, સંસ્કૃતિ, વિરાસતથી પરિચિત થવા અનુરોધ કર્યો હતો. અહીંયા નજીકમાં આવેલ ધોળાવીરાની મુલાકાત લઇશું તો એ વેળા ગણતંત્ર, નગર રચના, સભાગૃહ, પાણીનો સંચય વિગેરેનો પરિચય પરથી આપણે ત્યાં બધું જ છે. જરૂર છે આપણે આપણા ભારતના બ્રેઇન પાવર અને મેન પાવરને સુનિયોજીત કરીને આત્મનિર્ભર ભારત બનાવવાની. વધુમાં તેમણે જણાવેલ કે, મહાભારત, ચાણકયના સમયથી એટલે કે આપણે વિશ્વની સૌથી જુની લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવીએ છીએ. તેમણે આઝાદી વેળા અખંડ ભારતને સાકાર માટે સહુપ્રથમ પોતાનું રાજય આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો ઉલ્લ ેખ કરીને જણાવેલ કે, તે સમયે રાજા સાથે ચોમાસાના સમયમાં વેપારી-મહાજનની અને ઉનાળાના સમયમાં ખેડુતોની સભા યોજાતી. આંમ રજવાડું હોવા છતાં લોકશાહીના સિધ્ધાંતોથી શાસન ચાલતું તેમ જણાવેલ.

Screenshot 4 15કાશ્મીરમાંથી આતંકવાદનો ઓછાયો ઓસરી રહ્યો છે: રાજય પોલિસ વડા દિલબારસિંઘ

જમ્મુ કાશ્મીરના રાજય પોલિસ વડા દિલબારસિંઘ એ કલમ 370 હટાવ્યા બાદ રાજયમાં પ્રવાસન અને વેપાર ઉદ્યોગ વધ્યાનું જણાવ્યું હતું. એક વખતે માર્ગ ભટકી ચુકેલા પત્થરમારા અને હથિયાર ઉઠાવનાર યુવકો ભારત સાથે કાયમી જોડાણથી યોગ્ય ધંધા-વ્યવસાયમાં જોડાઇ રહ્યા છે. આ સાથે તેમણે ઉમેર્યુ હતું કે, કોઇ આંતકવાદીના મૃત્યુથી કોઇનો લાડકવાયો છીનવાય છે પરંતુ જિંદગીમાં ગુમરાહ થનાર વ્યક્તિનો અંજામ કરૂણ હોય છે એ સનાતન સત્ય છે. કાશ્મીરમાંથી આતંકવાદનો ઓછાયો ઓસરી રહ્યો છે અને જનજીવન રાબેતા મુજબનું થઇ રહ્યું છે.

વિશ્ર્વના કોઇ પ્રદેશમાં ના મળે એવા ફળ-ફુલ, સુકામેવા, કેશર અહીંયા થાય છે. જો ગુલમર્ગ આવો તો તેની સામે તમને સ્વીટઝર્લેન્ડ ફીકું લાગે એવો આ પ્રદેશ છે.

Screenshot 5 22જીવનમાં પ્રગતિ માટે પોતાની સંસ્કૃતિ મુલ્યો સાથે જોડાઇ રહેવું જરૂરી છે: સુપ્રીમ કોર્ટના જજ મહેશ્વરી

સુપ્રિમ કોર્ટના જજ દિનેશ મહેશ્ર્વરી એ શિબીરાર્થીઓને ધ્યેય પ્રતિ એકાગ્રતાથી આગળ વધવા માટે આરામપ્રિયતા છોડીને સમર્પિત પ્રયાસોની આવશ્યકતા વર્ણવી હતી. આ સાથે હંમેશા સત્યનિષ્ઠ ા અને પ્રમાણિકતાના સદગુણાને જીવન વ્યવહારમાં વણી લેવા અંગે નાની-નાની બોધવાર્તાઓના માધ્યમથી સમજાવ્યું હતું. વધુમાં તેમણે જીવનમાં પ્રગતિ માટે પોતાની સંસ્કૃતિ, મુલ્યો સાથે જોડાઇ રહેવું જરૂરી છે. અને તેનું માર્ગદર્શન, પ્રેરણા આ શિબીરના માધ્યમથી આપને પ્રાપ્ત થશે તેમ જણાવેલ.

જજ મહેશ્ર્વરીએ સંવિધાન દ્વારા પ્રાપ્ત પોતાના મુળભુત અધિકારો બાબતે સતર્ક રહેવાની સાથે અન્યના મુળભુત અધિકારોનો આદર તેમજ સંવિધાન દ્વારા નિર્દિષ્ટ કર્તવ્યો નિભાવીને સમાજ અને રાષ્ટ્રને ઉન્નત બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. પોતાની ન્યાયધીશની ભૂમિકા વિશે પ્રકાશ પાડતા તેમણે જણાવેલ કે, ગુના અને ગુનાની સજાના પ્રમાણ વિશે વિવેક રાખવો જરૂરી છે.

ન્યાયધીશને મન કયારેય સંતોષ-અસંતોષ જેવું હોતું નથી, બસ અમારે અમારૂ કર્તવ્ય નિભાવવું એજ સંતોષ હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.