Abtak Media Google News

બેંક ઓફ બરોડાના લાખો ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર ક્ષેત્રની બેંકને પોતાની મોબાઇલ એપ બોબ વર્લ્ડ પર નવા ગ્રાહકો જોડવા પર તત્કાલ પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો છે. જેનો અર્થ છે કે, હવે બેંક ઓફ બરોડાના આ એપ પર નવા ગ્રાહક નહી જોડાઇ શકે. જો કે બેંક ઓફ બરોડાના જુના ગ્રાહકો પર તેની અસર નહી પડે કારણ કરે રિઝર્વ બેંકે તે સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું છેકે બોબ વર્લ્ડના જુના ગ્રાહકોને કોઇ પણ પ્રકારનો સામનો કરવો પડે.

ગ્રાહકોને જોડવાની પ્રકિયામાં જે ખામીઓ છે તેને દુર કર્યા પછી એપ શરુ કરાશે

આરબીઆઇએ કહ્યું કે, આ કાર્યવાહી ગ્રાહકોને એપ્લિકેશન પર શામિલ કરવાની પદ્ધતીમાં દેખાયેલા અનેક ચિંતાઓ બાદ કરવામાં આવી. આરબીઆઇ દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર ભારતીય રિઝર્વ બેંકે બૈંકિંગ વિનિયમન અધિનિયમ, 1949 ની કલમ 35 એ હેઠળ પોતાના અધિકારનો પ્રયોગ કરતા બેંક ઓફ બરોડાને બોબ વર્લ્ડ મોબાઇલ એપ પર ગ્રાહકોને જોડવાથી આ પ્રક્રિયાને તત્કાલ પ્રભાવથિ નિલંબિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

જેની અસર બેંક ઓફ બરોડાના તે ગ્રાહકો પર પડશે જેનું બેંકમા એકાઉન્ટ તો છે પરંતુ બોબ વર્લ્ડ એપ સાથે નથી જોડાયા. બેંકે આ એપ પર યુઝર્સને ઇન્ટરનેટ બેંકિંગ ઉપરાંત યૂટિલિટી સાથે જોડાયેલા પેમેન્ટ, ટિકિટ, આઇપીઓ સબ્સ્ક્રિપ્શન વગેરેની સુવિધા મળે છે. નવા ગ્રાહકો બેંક ઓફ બરોડા આ એપમાં જોડાઈ શકશે નહીં. વધુમાં આરબીઆઈએ કહ્યું કે, ગ્રાહકોને જોડવાની પ્રકિયામાં જે ખામીઓ છે તેને દુર કર્યા પછી એપ શરુ કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.