Abtak Media Google News

સતત બીજા સપ્તાહમાં રિઝર્વ બેંકે સેકન્ડરી માર્કેટમાં સિક્યુરિટી વહેંચી

દેશની પરિસ્થિતિ ત્યારે છે વિકસિત થઇ શકે જ્યારે દેશમાં ફુગાવાનો દર અને રૂપિયાની તરલતા ઉપર કાબુ મેળવવામાં આપતો હોય ત્યારે હાલની સ્થિતિએ ભારતમાં ફુગાવાનો દર ખૂબ જ વધુ હોવાના કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેને નિયંત્રણમાં લાવવા માટે 8700 કરોડ રૂપિયાની સરકારી સિક્યુરિટી વેચી છે. આ વેચાણ થી ભારત દેશને ઘણાખરા અંશે ફાયદો મળતો રહેશે એટલું જ નહીં અર્થતંત્રની સ્થિતિ માં પણ મહદંશે સુધારો આવશે.

ફુગાવા અને તરલતામાં નિયંત્રણ લાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત બે  સપ્તાહમાં બીજી વખત સિક્યુરિટી વહેંચી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નુ મુખ્ય હેતું એ છે કે દેશમાં ફુગાવો નિયંત્રણમાં રહે અને તરલતા યોગ્ય રીતે જળવાઈ રહે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દેશને આર્થિક રીતે વધુ સઘર બનાવવા માટે 31 ડિસેમ્બરના રોજ 7.5 લાખ કરોડના વિઆરઆરઆરની હરાજી કરશે. આરબીઆઈનું મુખ્ય હેતુ દેશમાં તરલતાને યોગ્ય રીતે નિયંત્રણમાં રાખવા માટેનો વિચાર છે અને તે દિશામાં હાલ આરબીઆઈ પોતાનું કાર્ય પણ કરી રહ્યું છે.

છેલ્લા ઘણા સમયથી કોરોના માં શાંતિ રહેતા ધંધા રોજગારો માધાપર ચડ્યા છે સામે જે રીતે રૂપિયો બજારમાં કરવો જોઈએ તેનાથી વિશેષ રૂપથી આરોપીઓ બજારમાં ફરતાં ફુગાવાનું પ્રમાણ ખૂબ જ વધ્યું હતું ત્યારે ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે સરકાર દ્વારા અનેક અંશે પ્રયત્નો હાથ ધરવામાં આવતાં હોય છે ત્યારે ફરી આરબીઆઇએ સરકારી સિક્યુરિટી વેચી બજારમાં ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટેનું કાર્ય હાથ ધર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.