Abtak Media Google News

બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને લઇને ચીનના રક્ષામંત્રી સાથે રાજનાથસિંહની મુલાકાત: અઢી કલાક જેટલો સમય ચાલી બેઠક

છેલ્લા કેટલાક સમય થયા ભારત અને ચીન બોર્ડર પર તનાવ ભર્યું વાતાવરણ સર્જાયું છે. ત્યારે ભારત અને ચીન દ્વારા અનેક વખતા સંધી કરવા માટેનાપ્રયાસો પણ કરવામાં આવ્યા છે. ત્યારે ચીનની અવરળચંડાયને કારણે ભારતના ઘણા સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બ્રીકસ દ્વારા ભારત અને ચીન વચ્ચે સંધી થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. ત્યારે એલએસી પરના તનાવ ભર્યા વાતાવરણને શાંત કરવા માટે બ્રીકસ સંધી થવાજઈ રહી છે. જેમાં પાંચ ફોરેન મીનીસ્ટરો છે. સંધી તરફી છે. ભારતે શુક્રવારે કહ્યું કે, તે ચીનની સાથે ’સંપ્રભુતા’ અને ’ક્ષેત્રીય અખંડતા’ પર સમજુતી કરશે નહીં અને જ્યાં સુધી લદ્દાખમાં યથાસ્થિતિ થશે નહીં ત્યાં સુધી સામાન્ય રૂપથી વ્યવહાર થઈ શકશે નહીં.

ભારતના વિદેશ સચિવ હર્ષ શૃંગલાએ એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યુ હતુ. વિદેશ સચિવે કહ્યું, ’અમે ૧૯૬૨ (ભારત-ચીન યુદ્ધ) બાદથી આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઈ નથી. પ્રથમવાર છેલ્લા ૪૦ વર્ષોમાં સૈનિકોના જીવ ગયા.’ તેમણે કહ્યું ભારત-ચીનની વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એકતરફી કાર્યવાહી કરી ફેક્ટ્સ બદલવાનો પ્રયાસ (ચીની પીએલએ દ્વારા) કરવામાં આવ્યો છે. વિદેશ સચિવ શૃંગલાનુ આ નિવેદન મોસ્કોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીની સમકક્ષ

વચ્ચે બેઠક પહેલા આવ્યું હતું. એસસીઓની બેઠકથી અલગ રાજનાથ સિંહ અને ચીનના રક્ષા મંત્રી ફેંગ વચ્ચે બેઠક થઈ હતી. ગલવાનમાં ૨૦ જવાનોની શહીદી પર વિદેશ સચિવે કહ્યું કે, એલએસી પર છેલ્લા ૪૦ વર્ષમાં પ્રથમવાર અમે અમારા જવાન ગુમાવ્યા છે. ભારત ભલે તણાવ ઓછો કરવા માટે વાતચીત પર ભાર આપતું રહ્યું છે, પરંતુ તેને અમારી નબળાઇ ન સમજવી જોઈએ.

વિદેશ સચિવે કહ્યુ, અમે અમે મજબૂતીથી તેનો (ચીની હસ્તક્ષેપ)નો સામનો કરીશું અને તેને રોકીશું. જ્યાં સુધી અમારો સવાલ છે તો અમે સંપ્રભુતા અને પ્રાદેશિખ અખંડતા સાથે કોઈ સમજુતી કરીશું નહીં. સરહદી વિસ્તારમાં જ્યાં સુધી શાંતિની સ્થાપના ન થાય ત્યાં સુધી સામાન્ય રૂપથી વ્યવહાર ન ચાલી શકે. તેનાથી દ્વિપક્ષીય સંબંધો પર અસર પડે છે. અમે એક જવાબદાર રાષ્ટ્ર છીએ, તેથી હંમેશા વાતચીત માટે તૈયાર રહીએ છીએ. અમે સંવાદ માટે હંમેશા તૈયાર છીએ. અમે વાતચીતનો માર્ગ ખુલો રાખ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.