Abtak Media Google News

સુશાંત સિંહ રાજપૂત અને આર માધવનની અપકમિંગ ફિલ્મ ચંદા મામા દુરે કે ના શૂટિંગમાં બસ હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ ફિલ્મને સંજય પૂરણ સિંહ ચોહાન બનાવી રહ્યા છે. ફિલ્મ હજુ શરૂ પણ નથી થઈ ત્યારે ફિલ્મને લઈને ઘણા સમાચાર આવી રહ્યા છે. પેહલા આ ફિલ્મના ત્રીજા કિરદાર નવાઝુંદિન શીદીકીએ પૈસા માટે આ ફિલ છોડી. કહેવામા આવે છે કે નવાઝે આ ફિલ્મ માટે ઘણી મોટી ફીની માંગ કરી હતી. અને તેમની આ માંગ પૂરી ન થતાં તેમણે આ ફિલ્મને અલવિદા કહી દીધું. એટલું જ નહીં એક રિપોર્ટ પ્રમાણે હવે સુશાંત સિહ રાજપૂતને લાગી રહ્યું છે કે આર માધવનનું કિરદાર તેમના કિરદાર કરતાં ઘણું દમદાર છે. જેને  લઈને સુશાંત ને અત્યાર થી જ ગમ્યું નથી.

ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત એક એસ્ટ્રોનોટન કિરદારમાં છે. ત્યારે માધવન એક પાયલોટન કિરદારમાં છે. આ પહેલા માધવન આમિર ખાન સ્ટાર ફિલ્મ રંગ ડે બસંતીમાં પણ એક પાયલોટના કિરદારમાં જોવા મળ્યા હતા. ફિલ્મના સૂત્રોન પ્રમાણે પહેલા આ ફિલ્મમાં માધવનનો કિરદાર ઘણો નાનો હતો. પરંતુ હવે નવાઝના આ ફિલ્મ છોડ્યા પછી મેકર્શે માધવનના કિરદારમાં વધારો કર્યો છે.

આ એક સાઇન્સ ફિકશન ફિલ્મ છે. જેને લઈને અત્યાર થી જ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. એટલું જ નહાઈ પોતાના કિરદારમાં ઢળવા માટે સુશાંત અને  માધવન એ નાસામાં જઈને ટ્રેનીંગ પણ લીધી હતી. આ ફિલ્મનું નિર્માણ વિકી રજાનિ કરી રહ્યા છે. આ ફિલ્મ 26 જાન્યુઆરી 2018માં રીલીઝ થાશે. હાલ સુશાંત અભિષેક કપૂરની ફિલ્મ કેદારનાથન શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે સારા અલી ખાન સાથે જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.