Abtak Media Google News

શહેરના રૈયારોડ વિસ્તારમાં ગુલાબનગરમાં રહેતા અને ડી.એન.કે. સીકયોરીટીના નામી ચાલતી પેઢીના ભાગીદાર ઓજસભાઈ ખોખાણીએ વર્ષ ૧૯૯૬માં શહેરના ડો.યાજ્ઞીક રોડ ખાતે ગાયત્રી કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતા ભરતભાઈ મીઠાણી પાસેી ૨૦૦૦ રીલાયન્સ કંપનીના શેર ખરીદ કરેલા હતા જે નામે કરવા રીલાયન્સ કંપનીમાં મોકલતા તે ૨૦૦૦ શેર પૈકી ૫૦ શેર ચોરાઉ છે જે ટ્રાન્સફર થઈ શકે તેમ ની તેવા શેરા સાથે પરત આવેલા હતા.

જેથી ઓજસભાઈએ બ્રોકરનો સંપર્ક કરી તેને આ શેરો ચોરાઉ હોય બદલી આપવા અનેક વખત જણાવેલું અને તે બદલ નોટિસ વ્યવહાર પણ કરેલા પરંતુ શેર બ્રોકર મીઠાણીભાઈએ ચોરાઉ શેર બદલી ન આપતા મુજબની ફરિયાદ કોર્ટમાં દાખલ કરેલી હતી જે ફરિયાદ અનુસંધાને કોર્ટે તપાસનો હુકમ કરેલો હતો અને પોલીસ રીપોર્ટ આવ્યા બાદ કોર્ટે અમુક મુદ્દા કલીયર કરવા તા.૨૬-૨-૯૮ના રોજ વધુ તપાસનો હુકમ કરેલો હતો

પરંતુ પ્ર.નગર પોલીસે આજદીન સુધી રિપોર્ટ કરેલો નહીં જેથી ફરિયાદીએ કોર્ટમાં જવાબદાર અધિકારી વિરુધ્ધ કટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવા અરજી આપેલી જે અરજી અનુસંધાને કોર્ટે જવાબદાર અધિકારીને કોર્ટના હુકમ મુજબનો રિપોર્ટ કરવા તા આટલા વર્ષ સુધી શા માટે પોલીસે કોઈ જ કાર્યવાહી કરેલી ની તેનો યોગ્ય ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ઈશ્યું કરી છે.આ કામે ફરિયાદી વતી એડવોકેટ સંજય એચ.પંડિત રોકાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.