Abtak Media Google News

ઝાયલો કારમાં વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યા’તા: રૂ.૨.૧૪ લાખનો મુદામલા કબ્જે

ભાયવદર નજીક ખીજડીયા ગામ ખાતે વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળેલા રાજકોટના બુટલેગર સહિત ત્રણ શખ્સોને ભાયાવદર પોલીસે ધરપકડ કરી રૂ.૨.૧૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી વિસ્તારના ગંભીરસિંહ નવલસિંહ ઝાલા નામનો બુટલેગર ભાયાવદરના વડાળી ગામના પ્રવિણ ઉર્ફે ચોટી વલ્લભ પરમાર અને મોજ ખીજડીયા ગામના પ્રફુલ ઉર્ફે હકો મકવાણા નામના શખ્સોને ઝાયલો કારમાં વિદેશી દારૂની ડીલીવરી કરવા નીકળ્યાની બાતમીના આધારે પી.એસ.આઇ. એચ.એમ.ધાધલ સહિતના સ્ટાફે ખીજડીયા ગામ પાસેથી ધરપકડડ કરી રૂ.૧૪,૪૦૦ની કિંમતની ૪૮ બોટલ દારૂ સાથે ધરપકડ કરી રૂ.૨ લાખની કિંમતની ઝાયલો કાર કબ્જે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.