Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક કુલપતિની અધ્યક્ષતામાં મળી: એકેડેમિક અને સ્પોર્ટસ કેલેન્ડર જાહેર

૨૧ જુને વિશ્ર્વ યોગ દિવસ ઉજવાશે: સપ્ટેમ્બરમાં યુવક મહોત્સવ અને ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા સપ્તાહ ઉજવાશે: વિવિધ પરીક્ષાઓની તારીખો પણ જાહેર કરાઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી પરીક્ષાઓના સંચાલનના સંદર્ભમાં સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલઓની બેઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાએલ હતી. આ બેઠકમાં વિવિધ એકેડેમિક પ્રવૃતિઓની ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી વર્ષના એકેડેમિક કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ના એકેડેમિક કેલેન્ડર અંગે નિર્ણય કરવામાં આવેલ હતા.

પ્રમ સત્રનો પ્રારંભ તા.૧૫/૬/૨૦૧૭ ી તા.૧૭/૧૦/૨૦૧૭, પ્રમ સત્ર વેકેશન તા.૧૮/૧૦/૨૦૧૭ ી તા.૧૫/૧૧/૨૦૧૭, દ્વિતિય સત્ર પ્રારંભ તા.૧૬/૧૧/૨૦૧૭ ી તા.૨/૫/૨૦૧૮, દ્વિતિય સત્ર વેકેશન તા.૩/૫/૨૦૧૮ ી તા.૧૩/૬/૨૦૧૮ સુધી રહેશે.

બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા.૨૧/૬/૨૦૧૭ના રોજ કરવા અંગેના કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવેલ હતી. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આગામી યુવક મહોત્સવ યોજવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને આગામી તા.૨૨,૨૩,૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ અવા તા.૨૯ સપ્ટેમ્બરી તા.૧ ઓકટોબર દરમિયાન યુવક મહોત્સવ યોજવા માટે નિર્ણય કરવામાં આવેલ હતો. તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સ્પોર્ટસ કેલેન્ડર વર્ષ ૨૦૧૭-૧૮ માટે વિવિધ રમતોની તારીખો નિયત કરવામાં આવેલ હતી. આ તમામ રમતો આગામી તા.૨૭/૭/૨૦૧૭ ી શ‚ કરી તા.૧૭/૧૨/૨૦૧૭ સુધી યોજાશે. તેમજ તા.૨/૧૦/૨૦૧૭ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા સપ્તાહ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ પ્રિન્સીપાલઓની બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં લેવાનાર વિવિધ યુ.જી. અને પી.જી.ની પરીક્ષાઓની તારીખો નિયત કરવામાં આવેલ હતી. જેમાં ઓકટોબર ૨૦૧૭માં લેવાનાર પરીક્ષાઓ તા.૫/૧૦/૨૦૧૭ના રોજ શ‚ શે તેમજ માર્ચ ૨૦૧૮માં લેવાનાર પરીક્ષાઓ તા.૮/૩/૨૦૧૮ી શ‚ શે તેવો નિર્ણય કરવામાં આવેલ હતો.

પ્રિન્સીપાલઓની બેઠકમાં પરીક્ષા ફોર્મના સંદર્ભમાં પરીક્ષા ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરવા તેમજ પરીક્ષા ફોર્મ ફીઝીકલ ન મંગાવવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ હતો. તેમજ યુનિવર્સિટી દ્વારા ફીઝીટલાઈઝેશનના ભાગ‚પે પરીક્ષા રીએસેસ્મેન્ટના ફોર્મ ઓનલાઈન કરવા અંગેનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ હતો.

મીટીંગમાં રીપીટર્સ વિર્દ્યાીઓના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલ હતો. જેમાં રીપીટર્સ વિર્દ્યાીઓની પરીક્ષા જિલ્લાકક્ષાએ લેવા અંગેનો નિર્ણય કરવામાં આવેલ હતો. તેમજ ગોલ્ડ કોર્ષના વિર્દ્યાીઓની પરીક્ષા પણ જિલ્લાકક્ષાએ યોજવા અંગે વિચારણા કરવામાં આવેલ હતી.

મીટીંગમાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા યુનિવર્સિટીમાં ભરવામાં આવતી તમામ ફી આગામી સમયમાં ઓનલાઈન ભરી શકે તે માટેનો કેશલેસ પ્રક્રિયા અંગેનો મહત્વનો નિર્ણય કરવામાં આવેલ હતો.

પ્રિન્સીપાલઓની બેઠકમાં યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવતા વિર્દ્યાીઓની પરીક્ષાના ઓનલાઈન પરિણામમાં ઈન્ટર્નલ તેમજ એક્ષટર્નલ એમ બન્ને માર્કસનો ઉલ્લેખ કરવા અંગે વિચારણા કરવામાં આવેલ હતી.આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હયુમન રીસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટર દ્વારા આગામી વર્ષ દરમ્યાન યોજવામાં આવનાર કાર્યક્રમોનું સમયપત્રક જાહેર કરવામાં આવેલ હતું. તેમજ કેમ્પસ પર સ્તિ કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટના જુદા જુદા પ્રોગ્રામનું સમયપત્રક જાહેર કરવામાં આવેલ હતું.

યુનિવર્સિટી કેમ્પસ ખાતે મળેલ આ બેઠકમાં યુનિવર્સિટીના કુલસચિવ ડો.ધીરેન પંડયા, પરીક્ષા નિયામક અમીતભાઈ પારેખ, સિન્ડિકેટ સભ્ય ડો.વિજયભાઈ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ તેમજ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોના આચાર્યઓ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.