Abtak Media Google News

રિલાયન્સ જીયોની આવતી નવી ઓફરો જોવાની રાહ દરેક લોકોને હોય છે. તેમજ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ જીયોએ ભારતી, એરટેલ, આઇડિયા સેલ્યુલર અને વોડાફોન ઇન્ડિયા જેવી ટોચ કં૫નીઓ માટે ભંગાણજનક બળ બની ગયુ છે.

Advertisement

તાજેતરમાં રિલાયન્સ જીઓના verified account@ reliance jio માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ટ્વિટરમાં જણાવ્યું છે કે

” jio cloud, a safe home for your precious memories and more. http://bit.ly/-jio cloud..”

શું છે જીયોક્લાઉડ :

– સામાન્ય રીતે જીયોક્લાઉડ એ સ્ટોરેજ સર્વિસ છે જે તમારા ડેટાને એટલે કે મ્યુઝિક, ફોટોઝ ડોક્યુમેન્ટ અને કોન્ટેક્ટને સંગ્રહ કરી રાખે છે.

જીયો ક્લાઉડનો ઉપયોગ કેવી રીતે કરશો….

-google playstore અથવા Appstoreમાંથી એપ્લીકેશન ડાઉનલોડ કરી શકો છો.

– www.jioclound.com વેબસાઇટ પરથી પણ પ્રવેશ કરી શકો છો.

– લોગિન કરવામાટે પુઝર્સને આઇડી તથા પાસવર્ડ દાખલ કરવો પડશે.

– જો તમારી પાસે જીયો એકાઉન્ટ છે તો તમારે અલગ જિયોક્લાઉડ એકાઉન્ટ બનાવવાની જ‚ર નથી.

-my jio સાઇન ઇન કરવા માટે તમે ઉપયોગ કરેલા લોગિન ઓળખપત્રોનો ઉપયોગ jio cloud એપ્લિકેશનમાં સાઇન ઇન કરવા માટે કરવામાં આવશે.

કઇ ડિવાઇસ સપોર્ટ કરશે?

Jiocloud– Android ફોન્સ પર તમે 0s વર્જન4.2 સાથે આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકો છો.

-iphones પર ios 9.0 ને આ એપ સપોર્ટ કરશે.

-ડેસ્કટોપ પર વિન્ડોઝ 7(64 bit), વિન્ડોઝ 8.1અને વિન્ડોઝ 10 (64 bit) આ એપના સપોર્ટ માટે જ‚રી છે.

– મેક કોમ્પ્યુટર માટે એપ્લીકેશન એક્સેસ કરવા માટે os *(10.11)પર ઉપયોગ કરી શકાશે.

– વેબબ્રાઉઝર્સમાં મોઝીલા ફાયર ફોક્સના નવા બે વર્ઝન અને ગુગલ ક્રોમના નવું વર્જનને પણ આ એપ સપોર્ટ કરશે.

– સફારીનીનું લેટેસ્ટ વર્જન પણ આ જીયોક્લાઉડ સાથે સુસંગત છે.

જીઓક્લાઉડ કેવી રીતે સુરક્ષિત છે?

– કંપનીએ જણાવ્યું છે કે જીઓક્લાઉડ પરનો ડેટા એનકિપ્ટ થયેલ ફોર્મેટમાં છે. પોતાન સિવાય કોઇ પણ વ્યક્તિ એક્સેસ કરી શકશે નહિ.

જિઓક્લાઉડને એક્સેસ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની જરૂર છે?

– ડેટાને અપલોડ, ડાઉનલોડ, મોબાઇલ ડેટા પ્લાન માટે કોઇ ઇન્ટરનેટ કનેક્શનની જ‚ર નથી.

– ફાઇલો તમારી ડિવાઇઝમાં પહેલાથી જ sync થઇ ગયેલી છે જે તમારા ડિવાઇસ પર ઓફલાઇન એક્સેસ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.