Abtak Media Google News

ફિલ્મએ સવા સો કરોડનો બિઝનેસ કરી લીધો

હજુ તો ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથા સિનેમાઘરોમાં ચાલી રહી છે ત્યારે નિર્માતા હરિ ઓમ પ્રોડકશન્સને બીજો ભાગ બનાવવાની ઉતાવળે છે. જી હા, તેમણે ટોઇલેટ એક પ્રેમ કથાનો બીજો ભાગ બનાવવાની ઘોષણ કરી દીધી છે.કેમ કે, આ ફિલ્મએ સવા સો કરોડ ‚પિયાનો વેપારી અત્યાર સુધીમાં કરી લીધો છે. ફિલ્મનો હીરો અક્ષયકુમારની પત્ની ટિવન્કલ ખન્નાએ ફિલ્મના બીજા ભાગની જાહેરાત કરી દીધી છે.તેણે જુહુ ચોપાટીના કિનારે એક વ્યકિત જાહેર શૌચ કરતો હોય તેવી એક તસ્વીર સોશ્યિલ મીડીયા પર શેર કરીને લખ્યું છે કે ટોઇલેટ એક પ્રેમ કથાનો બીજો ભાગ બનવો જરુરી છે. શું તમને આ તસ્વીર જોઇને એવું નથી લાગતું ?અક્ષયકુમારની ફિલ્મો સારો બિઝનેસ કરે છે તેણે એવી જાહેરાત કરી દીધી છે કે હવે હું માત્ર ને માત્ર મિનિંગ ફૂલ ફિલ્મો કરવા માગુ છું. તેની વધુ એક ફિલ્મ ૧૦૦ કરોડ ‚પિયાની કલબમાં સામેલ થઇ ગઇ છે.અક્ષય કુમારની આગામી ફિલ્મનું નામ ગોલ્ડ છે. જેમાં તેની હીરોઇન ટેલીવૂડની સુપરસ્ટાર મૌની હોય છે.અક્ષયકુમાર હમણાં ગોલ્ડના શુટિંગ માટે લંડનમા હોવાથી ટોઇલેટ એક પ્રેમ કથાની સકસેસ પાર્ટીમા હાજર રહી શકયો ન હતો તેણે વિડીયો કોન્ફરન્સ થકી લંડનથી જ ફિલ્મની હીરોઇન ભૂમિ પેડણેકર તથા ફિલ્મ યુનીટના અન્ય સભ્યોને અભિનંદન આપ્યા હતા.અગર ટોઇલેટ એક પ્રેક કથાનો બીજો ભાગ બને તો અક્ષયકુમાર તો ખુશ જ છે કેમ કે તે કામ કરવા રાજી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.