Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ,સુરેન્દ્રનગર

સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોના ની વૈશ્વિક મહામારી ના કારણે મંદીની અસર જોવા મળી રહી છે તેવા સંજોગોમાં તહેવારોના સીઝન દરમ્યાન પણ લોકો પૈસા વાપરવામાં કંજૂસાઈ કરી રહ્યા હોય તેવું બજારમાં દેખાઈ રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા નિર્ણય કરી અને 25થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ વધુ આવક અને લોકોની સુવિધામાં વધારો થાય તેવા આશય સાથે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પરંતુ સુરેન્દ્રનગર એસટી ડેપો દ્વારા મૂકવામાં આવેલ 25 એક્સ્ટ્રા બસો પૈકી માત્ર પ્રથમ દિવસે 6 માત્ર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી તેની પણ જો આવક ગણવામાં આવે તો માત્ર 8890 રૂપિયાની થવા પામી હતી ત્યારે જે એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી તેમને પણ ખોટ કરી હોવાનું પ્રાથમિક તપાસ દ્વારા જાણવા મળી રહ્યું છે.

ત્યારે સુરેન્દ્રનગર સુરત અમદાવાદ વડોદરા તરફ જતી બસોને એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી 6 બસો એક્સ્ટ્રા મૂકવામાં આવી હતી પરંતુ પેસેન્જરો ના હોવાના કારણે આ બસો એ પણ ખોટ કરી છે ત્યારે એસટી ડેપોને પણ મંદીનું ગ્રહણ નડ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે લોકોની સુવિધામાં વધારો થાય અને પેસેન્જરો સહેલાઈથી બહાર ગામ તહેવારોના સમયે પહોંચી શકે તેવા આશરે સાથે એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી.

ત્યારે આ બસો પણ અત્યંત નિષ્ફળ નીવડી છે અને આજથી જો યોગ્ય લાગશે તો જ બસો મુકવામાં આવશે જો 60 પેસેન્જરો પૂરતા હશે તો જ એકસ્ટ્રા બસો મુકવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે તેવા સંજોગોમાં મહામારી ના સપનામાં સંડોવાયેલ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા તહેવારોના સમયગાળામાં પણ બહારગામ જવાનું ટાળી રહી છે અને પૈસા બચાવવા નું પ્રયાસ હાથ ધરી રહી છે.

ત્યારે હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર એસટી ડેપો ની બેઠક સીટો પણ ખાલી જોવા મળી રહી છે. અને બસ સ્ટેન્ડ પણ સુમસામ નજરે પડી રહ્યું છે જ્યાં એ લોકો ઘરમાં જ દિવાળીના પર્વની ઉજવણી કરવા થનગનાટ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જાહેર બસ સ્ટેન્ડ ઉપર નજરે પડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.