Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1

Advertisement

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે સેન્સેક્સ આગલા બંધ ૩૩૫૩૮.૩૭ સામે ૩૨૪૩૬.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૨૩૪૮.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૫૪૮.૦૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૫૦.૪૫ પોઈન્ટના ઘટાડા સાથે ૩૨૭૮૭.૯૨ પોઈન્ટ સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૮૯૪.૫૫ સામે ૯૫૯૯.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૫૮૧.૯૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી વેચવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર મંદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૨૨.૭૫ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩૨.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૯૬૬૨.૧૦ પોઈન્ટ આસપાસ સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૧૫૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૧૭૬ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૦૬૫ ના નીચા મથાળે નોંધાવી ૨૮૮ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૧૨૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૮૦૪૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૮૦૪૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૫૦૦ ના નીચા મથાળે નોંધાવી ૭૦૦ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૯૩૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત કડાકા સાથે થઈ હતી. કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ વૈશ્વિક બજારોમાં ઘટાડો નોંધાતા ભારતીય શેરબજાર પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. કોરોના મહામારીના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું હોઈ અને સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ભારતની આર્થિક-જીડીપી વૃદ્વિના નબળા મૂકેલા અંદાજ સાથે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ(ઓઈસીડી) દ્વારા પણ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્વિનો અંદાજ નેગેટીવ માઈનસ ૩.૭% મૂક્યા સાથે આ વૃદ્વિ કોવિડ-૧૯નો બીજો મહામારીનો તબક્કો સર્જાવાના સંજોગોમાં માઈનસ ૭.૩% સુધી ઘટાડાની શકયતા બતાવતા આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક કડાકો બોલાઈ ગયો હતો. આ સાથે યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા તેના વ્યાજ દરને યથાવત ૦ થી ૦.૨૫% જાળવી રાખવામાં આવ્યા છતાં અમેરિકા માટે આર્થિક વૃદ્વિનો અંદાજ વર્ષ ૨૦૨૦માં ૬.૫% ઘટાડાનો અને વર્ષ ૨૦૨૧માં ૫% વૃદ્વિનો મૂકવામાં આવ્યાની નેગેટીવ અસરે અમેરિકા પાછળ વૈશ્વિક બજારોમાં એશિયા, યુરોપના બજારોમાં ધોવાણ થયું હતું. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૩૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૩૭% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બીએસઈ પર આજે બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, ઈંઝ અને ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી, તેમજ તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૫૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૦૨ અને વધનારની સંખ્યા ૩૭૧ રહી હતી. ૮૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૭૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, વિશ્વના મોટાભાગના દેશો આર્થિક મંદી તરફ ધકેલાઈ રહ્યા છે. ૨૦૧૯થી વિશ્વમાં ગોલ્ડ એક સારી કામગીરી દર્શાવતી એસેટસ તરીકે ઊભરી આવ્યું છે, જેને પરિણામે તેમાં રોકાણ માટે આકર્ષણ વધી રહ્યું છે. વર્તમાન વર્ષમાં પણ ગોલ્ડના ભાવમાં અંદાજીત ૧૮% જેટલી રેલી આવી છે. આર્થિક મંદીને કારણે શેરબજાર પર રહેલા જોખમોને ધ્યાનમાં રાખતા અને અર્થતંત્રમાં જ્યાં સુધી મજબૂત સુધારો જોવા નહીં મળે ત્યાં સુધી રોકાણકારોનું ગોલ્ડ તરફ આકર્ષણ જળવાઈ રહેવાની ધારણાં રખાઈ રહી છે. આજે ૧૨મી જૂનના રોજ જીએસટી કાઉન્સિલની ૪૦મી બેઠક યોજાવા જઈ રહી છે પંરતુ તેમાં જીએસટીના દર ઘટાડવા અંગેનો નિર્ણય લેવાય તેની કોઈ જ સંભાવના નથી જણાઈ રહી. જીએસટી કાઉન્સિલની સૌથી મોટી ચિંતા જીએસટી કલેક્શનમાં જે ઘટાડો નોંધાયો તે છે. આ વખતે બેઠકમાં ચર્ચાનો મુખ્ય વિષય રાજ્યોને તેમનો હિસ્સો આપવા અને કોવિડ-૧૯ના કારણે ટેક્સ કલેક્શનમાં જે ઘટ નોંધાઈ છે તેના પર કેન્દ્રીત રહે તેની સંભાવના વધારે છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખતા આગામી સમયમાં પણ જીએસટી કલેક્શનમાં ઘટાડાનો સામનો કરવો પડી શકે છે. આ કારણે કાઉન્સિલની બેઠકમાં કલેક્શન વધારવા કોઈ નવો નિર્ણય લેવાઈ શકે છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

ડીવીઝ લેબ ( ૨૩૨૩ ) :- રૂ.૨૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૨૨૮૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૨૩૫૩ થી રૂ.૨૩૭૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ACC લિ. ( ૧૨૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૧૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૨૩૩ થી રૂ.૧૨૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ઇન્ફોસિસ લિ. ( ૬૮૦ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૮૮ થી રૂ.૬૯૬ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૬૬૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

મહિન્દ્રા  મહિન્દ્રા ( ૪૫૬ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ઓટો સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૭ થી રૂ.૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો ૂૂૂ.ક્ષશસવશહબવફિિંં.શક્ષ ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.