Abtak Media Google News

પર્યાવરણને બચાવવા પ્લાસ્ટીક ઉપર નિયંત્રણ જરૂરી પરંતુ ગરીબ વર્ગ માટે સસ્તા દરે પીવાનું પાણીનો વિકલ્પ ન રહયો

ગ્લોબલ વોર્મિંગની અસર હિસાબે સમગ્ર વિશ્ર્વમાં પ્રદુષણ સામે પગા લેવામાં આવી રહ્યા છે. હાલમાં જ પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેની પ્રતિક્રિયામાં લોકો મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે.

પાણીના ધંધાર્થી પાસે જાણવા મળતી વિગત મુજબ આ નિર્ણય પર્યાવરણના હિતમાં જ છે. પરંતુ સામાન્ય જનતા માટે બોટલ લેવી થોડી મોંઘી પડી રહેશે. જયારે સામે પાણીના પાઉચ બંધ થતા પાણીની બોટલનાવેચાણ પર કોઈ ફેરફાર નથી.

Vlcsnap 2018 06 07 12H26M44S60સામાન્ય જનતા સાથે વાત કરતા જાણવા મળતી વિગત મુજબ પાણીનાપાઉચ પર પ્રતિબંધ લગાવી નાના વર્ગના લોકોને એક બોજો આપવામાં આવ્યો હોય એવું લાગે છે. કારખાનામાં કામ કરતા મજૂરો જે પાણીની બોટલ લેવા સક્ષમ નથી. તેમના પાઉચ જ જીવાદોરી હતી જયારે સામે ધંધાર્થીઓને નાની બોટલમાં નફો ના હોવાને કારણે મોટી બોટલ વહેચવી પડે છે. સાથે સામાન્ય લોકોનું એમ પણ કહેવું છે કે ફકત પાણીના પાઉચ જ નહિ બીજી ઘણી પ્રોડકટ પ્લાસ્ટીકના પેકિંગમાં વહેચાય છે. તો સાથે એમના પર પણ પ્રતિબંધ લાદવો જોઈએ. લોકો દ્વારા એમ પણ કહેવું છે જો પાઉચના પાણીમાં કોઈ ફોલ્ટ હોય તો સરકાર દ્વારા થાતુ પાણી વિતરણમાં પણ ઘણીવાર ગંદુપાણી આવી જતુ હોય છે. ગટરોમાં અવાર નવાર કોઈક ફસાવાથી ભરાય જતી હોય છે.

ત્યારે સામાન્ય જનતાનું એવું કહેવું છે કે નગર રચનામાં થોડુ ગટરોની સાઈઝમાં વધારો કરવો જોઈએ. જેથી ગટરોમાં કચરો ના ફસાય. પબ્લીક દ્વારા જો આઈએસઆઈ માર્કાવાળુ પાણી પીવામાં આવે તો કાંઈ જ નુકશાન થતુ નથી. છતા પાઉચના પાણીની ગુણવત સામે પ્રશ્ર્ન થાય તો તે હિતાવહ નથી.

Vlcsnap 2018 06 07 12H26M57S193 1

પાણીના પાઉચ પર લોકો અને ધંધાર્થી દ્વારા પ્રતિસાદ આપવામાં આવી રહ્યા છે. પાણીના ધંધાર્થી સાથેની વાતચીત દ્વારા જાણવા મળ્યું હતુ, કે પાઉચ પરનાં પ્રતિબંધથી નાના વર્ગનાં માણસોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાઉચની ૨ રૂપીયાની કિંમત સામે લોકોએ ૫ રૂપીયાની બોટલો ખરીદવી પડશે. પાણીની ગુણવતામાં પણ થોડો ફેરફાર જોવા મળશે તેવું ધંધાર્થીઓનું કહેવું છે.

પાણીની બોટલની પડતર કિંમત વધુ હોવાને કારણે સામાન્ય જનતાને પરવડે તેમ નથી માટે પાણીના પાઉચ પરના પ્રતિબંધ છતા બોટલના વેચાણમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. વધુ જાણવા મળતી માહિતી મુજબ કોઈ પણ આઈએસઆઈ માર્કવાળુ પાણી પીવુ હિતાવહ છે. જો પાઉચ કે બોટલમાં આઈએસઆઈ માર્ક હોય તો તેની ગુણવતા સામે કોઈ સવાલ જ ઉભો થતો નથી.

Vlcsnap 2018 06 07 12H26M32S203

પાઉચ પરના પ્રતિબંધથી પાણીની બોટલના વેચાણમાં વધારો જોવા મળશે. એવું લાગતું હતુ પરંતુ ધંધાર્થી દ્વારા જણાવ્યા મુજબ પાણીની બોટલની ઉત્પાદનમાં કોઈ જ વધારો નથી.

જયારે બીજી તરફ સામાન્ય વર્ગના લોકોના મંતવ્ય પ્રમાણે પાઉચના પ્રતિબંધથી નાના વર્ગના લોકોને બહુ જ મોટો ફટકો પડયો હતો. કારખાનામાં કામ કરતા મજૂરો પોતાની તરસ છીપાવવા માટે પાઉચ પર નિર્ભર રહેતા હતા. પરંતુ હાલ એ લોકોને બોટલની ખરીદી અનિર્વાય બની છે. આમે પાનના ગલ્લાઓએ નાની બોટલોમાં નફાનું પ્રમાણ ઓછુ હોવાથી મોટી બોટલોનું જ વેચાણ કરે છે. આ કારણથી નાના વર્ગના લોકોને મોટી બોટલો પરવડે તેમ નથી.

Vlcsnap 2018 06 07 12H26M20S73સાથે લોકો દ્વારા એ પણ પ્રશ્ર્ન ઉઠાવામાં આવ્યો હતો કે જો પાઉચ દ્વારા ગટરોમાં પાણી ભરાઈ જતુ હોય તો નગરરચના થોડી બદલવી જોઈએ ગટરોની સાઈઝ થોડી વધારવી જોઈએ જેથી કરી ફકત પાઉચ દ્વારા નહિ પરંતુ કોઈ પણ કચરાઓથી ગટરો છલકાઈ નહિ.

સાથોસાથ એ પણ પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો. કે જો પ્લાસ્ટીકથી પર્યાવરણને કોઈ નુકશાની થતી હોય તો પાણીના પાઉચ સિવાય બીજી ઘણી ચીજ વસ્તુઓનું પેકીંગ પ્લાસ્ટીકમાં જ કરી વેચાણ કરવામાં આવે છે. જો પાઉચ પર પ્રતિબંધ લાદી શકે તો બીજી વસ્તુઓ પર પણ પ્રતિબંધ લાદવો જોઈએ.

સરકાર દ્વારા લેવાયેલ આ નિર્ણયની અસર સામાન્ય લોકોમાં શુ રહેશે તે સમય સાથે જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.