Abtak Media Google News

વડાપ્રધાન મોદીએ હૈદરાબાદમાં સિકંદરાબાદ-તિરૂપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી: રૂ.11,300 કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગનામાં આજે  અનેક વિકાસ કાર્યોનું ઉદ્ધાટન કર્યુ હતું. આ વેળાએ તેઓએ કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારત એવો દેશ છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણમાં રેકોર્ડ રકમનું રોકાણ કરી રહ્યું છે. આ વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.

કેસીઆરે શનિવારના રોજ બેગમપેટ એરપોર્ટ પર પીએમના સ્વાગતનાં હાજર રહ્યા નહોતા. કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતિનોભાજપ સાથે ટકરાવ રહેલો છે. રાજ્યમાં આ વખતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. બીજી બાજુ કેસીઆર પોતાની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાની જેમ પોતાની પાર્ટીને અન્ય રાજ્યોમાં વિસ્તાર વધારવા કોશિશ કરી રહ્યા છે.

આજે પ્રધાનમંત્રી મોદીએ બુનિયાદી તેલંગાણાના હૈદરાબાદમાં સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ધાટન કર્યુ હતું. આ ઉપરાંત તેમણે તેલંગાણામાં 11,300 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. હૈદરાબાદની મુલાકાત દરમિયાન પીએમ મોદી અહીંના પરેડ ગ્રાઉન્ડમાં જાહેર સભામાં પણ હાજરી આપી હતી. આ સાથે હૈદરાબાદ પાસેના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ બીબીનગર અને પાંચ નેશનલ હાઈવે પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પીએમ મોદીએ આ સાથે વાત કરતા કહ્યુ હતુ કે,  પુન વિકાસ માટે સિકંદરાબાદ-મહબૂબનગર પ્રોજેક્ટના ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશનને પણ રાષ્ટ્રને સમર્પિત કરીએ છીએ જેથી મુસાફરોને સુવિધા મળી રહે.  85 કિલોમીટરથી વધારે જગ્યામાં  ફેલાયેલ આ પ્રોજેક્ટ અંદાજે રૂ. 1,410 કરોડના ખર્ચે પૂર્ણ કરાયો છે. આ પ્રોજેક્ટ સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને ટ્રેનોની સરેરાશ ઝડપ વધારવામાં મદદ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના પ્રવાસે છે. જ્યાં તેમણે કેસીઆર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્ય સરકાર તરફથી કોઈ સહયોગ મળી રહ્યો નથી. પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર તેલંગાણાના નાગરિકોના સપના પૂરા કરવાની પોતાની ફરજ માને છે.

તેલંગાણા દેશભરમાં રેલ્વેને આધુનિક બનાવવાના પ્રયાસોનો લાભ ઉઠાવી રહ્યું છે, વડા પ્રધાને જણાવ્યું હતું કે, કોવિડ -19 મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વની અર્થવ્યવસ્થામાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. ભારત એવા દેશોમાંનો એક છે જે આ અનિશ્ચિતતાના સમયમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણમાં રેકોર્ડ રકમનું રોકાણ કરી રહ્યું છે. આ વર્ષના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ માટે 10 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. કેન્દ્રના પ્રોજેક્ટ્સમાં રાજ્ય સરકારના અસહકારથી હું દુખી છું. આનાથી તેલંગાણાના લોકોના સપના પર અસર પડી રહી છે.

વડા પ્રધાન મોદીએ હૈદરાબાદમાં કહ્યું, “હું રાજ્ય સરકારને અપીલ કરું છું કે તેલંગાણાના લોકો માટે બનાવવામાં આવી રહેલી વિકાસ યોજનાઓના અમલીકરણમાં અવરોધો ન ઉભી કરે.” ભાઈ-ભત્રીજાવાદ’ અને ’ભ્રષ્ટાચાર’ અલગ નથી. જ્યાં ’કુટુંબવાદ’ છે, ત્યાં ’ભ્રષ્ટાચાર’ ખીલે છે. ’વંશવાદ’ને પ્રોત્સાહન આપતા મુઠ્ઠીભર લોકો તેલંગાણાના લોકો માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સમાંથી તેઓ કેવી રીતે લાભ મેળવી શકે તેની શક્યતાઓ શોધી રહ્યા છે. જેઓ તેમના ભ્રષ્ટાચારથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ કોર્ટ પાસે રક્ષણ માંગી રહ્યા છે, પરંતુ કોર્ટે તેમને ઝાટકા સાથે પરત મોકલી દીધા છે. તેલંગાણામાં ગરીબ લોકોને વહેંચવામાં આવતા રાશનને પણ ’પરિવારવાદ’ લૂંટી રહ્યું છે. તેલંગાણાની ઝડપી પ્રગતિ ભારતના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.