Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં વાવડીમાં પણ ૧૫ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૩૭.૩૭ લાખની રિકવરી: સેન્ટ્રલ ઝોનમાં ૧૧ મિલકતો સીલ

બજેટમાં આપવામાં આવેલા ૨૨૫ કરોડના ટેકસના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કોર્પોરેશને રીઢા બાકીદારો પર ધોસ બોલાવવા તમામ શાખાના ૨૦૦૦ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કર્યો છે જે અંતર્ગત આજે ચોથા શનિવારની જાહેર રજા હોવા છતાં રીકવરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. શહેરના વોર્ડ નં.૧૮માં કોઠારીયા વિસ્તારમાં ૧૪૦ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા ૬૦ લાખ રૂપિયાની વસુલાત થવા પામી હતી. આ ઉપરાંત ઘ્વની ઈન્ડસ્ટ્રીઝ એરીયા, વિરાટ અઘાટ, અતુલ ઈન્ડસ્ટ્રીઝ એરીયા અને સરદાર ઈન્ડસ્ટ્રીઝ એરીયા સહિતના વિસ્તારોમાં ૩૮ મિલકતો સામે સીલીંગનો ધોકો પછાડટા ૬૦ લાખની રીકવરી થવા પામી છે.

આજે કોર્પોરેશનની પૂર્વ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા બાકીદારોની મિલકત સીલ કરવા ૧૪ ટીમો ઉતારવામાં આવી હતી. અલગ-અલગ વિસ્તારોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરાઈ હતી. કોઠારીયામાં ૧૪૦ બાકીદારોની મિલકત સીલ કરાતા જયારે વોર્ડ નં.૧૮માં અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૩૮ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી કરાતા રૂ.૬૦ લાખની વસુલાત થવા પામી છે.

વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા વાવડી વિસ્તારમાં અલગ-અલગ ૧૫ ઔધોગિક એકમ પાસેથી બાકી વેરો વસુલવા સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવતા ૩૭.૩૭ લાખની વસુલાત થવા પામી છે. જયારે વોર્ડ નં.૯માં રૈયા ચોક પાસે સુપદ કોમ્પ્લેક્ષમાં ૨ લાખ રૂપિયાનો વેરો ભરપાઈ કરવાની તાકીદ કરતા બાકીદારે વેરો ભરી દીધો હતો.

સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા શહેરના વોર્ડ નં.૭, ૧૩, ૧૪ અને ૧૭માં આજે ટેકસ રીકવરીની કામગીરી હાથધરી હતી જેમાં ૧૧ બાકીદારોની મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જયારે બપોર સુધીમાં રૂ.૧૫.૪૬ લાખની વસુલાત થવા પામી છે. આજે શનિવાર અને કાલે રવિવારની રજા હોવા છતાં રીકવરીની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ટેકસ કલેકશન પણ ચાલુ જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.