Abtak Media Google News

છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો ચેપ લાગ્યા બાદ સાજા થતાં દર્દીની સંખ્યા ૫૦ ટકાથી વધુ કુલ મોત ૧૦,૦૦૦ જેટલા

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની સાથો સાથ રિકવરી રેટ ૫૨.૪૭ ટકા જેટલો થઈ ચૂકયો છે. આંકડા મુજબ દેશમાં સંક્રમણ લાગ્યા બાદ ૧.૮૦ લાખ લોકો સાજા થઈ ચૂકયા છે. છેલ્લા ૩ દિવસથી રિકવરી રેટમાં આવેલો વધારો ૫૦ ટકાથી વધુનો છે. હવે મૃત્યુદરમાં ઘટાડો કરવાની તૈયારીઓ તંત્ર દ્વારા થશે. દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના કારણે કોરોનાનું સંક્રમણ અટક્યું છે. તેની સાથો સાથ રિકવરી રેટ પણ વધવા લાગ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૬૬૭ કેસ નોંધાયા હતા. ૩૮૦ દર્દીઓના મોત થયા હતા. દેશમાં કુલ કોરોનાના દર્દીની સંખ્યા ૩.૫૦ લાખને પાર થઈ જવા પામી છે અને મોતનો આંકડો ૧૦,૦૦૦ની નજીક છે. આવા સમયે હવે જેમ બને તેમ મૃત્યુદર ઘટાડવા માટેના પગલા લેવાઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૨૪ કેસ નોંધાયા છે. કુલ ટોટલ ૨૪૬૨૮ નજીક છે. સતત ચોથા દિવસે કોરોના વાયરસની કેસની સંખ્યા ૫૦૦થી વધી જતાં મામલો સંગીન બન્યો છે. ગઈકાલે અમદાવાદમાંથી ૩૩૨, સુરતમાંથી ૭૧, બરોડામાં ૪૧, ગાંધીનગરમાં ૨૨ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાંથી ૨૧ કોરોના દર્દીઓના મોત નિપજયા હતા.

કોરોનાને મ્હાત આપ્યા બાદ લાંબા સમયથી બિમારીઓ છોડતી નથી પીછો!

કોરોનાના સકંજામાંથી છુટયા બાદ પણ લાંબા સમયથી કેટલાક દર્દો દર્દીનો પીછો છોડતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. માથાનો દુ:ખાવો, મસલ પેઈન સહિતના દર્દો લાંબા સમય સુધી રહે છે. આ ઉપરાંત ફેફસામાં નુકશાન થતાં શ્ર્વાસ લેવામાં તકફલી થતી હોય છે. જે દર્દીને કોરોનાની ગંભીર અસર થઈ છે તેઓને ડાયાલીસીસ પણ કરાવવું પડે છે. ઈન્ફેકશનના કારણે સ્ટ્રોકનો ખતરો પણ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.