Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા ગત સપ્તાહ દરમ્યાન અલગ-અલગ વિસ્તારમાં આવેલ 19 જેટલી ફરસાણ ,ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ/આઈસ ફેક્ટરીમાં રૂબરૂ ઇન્સપેક્સન કરવામાં આવ્યું હતું. જેમાં અખાદ્ય પદાર્થ નો નાશ કરાયો હતો .જ્યારે 10 દુકાનો માંથી ખાદ્ય ચીજો નાં નમૂના લેવામાં આવ્યા હતા.

Advertisement

જામનગર મહાનગર પાલિકા ની ફૂડ શાખાનાં અધિકારીઓ દ્વારા સપ્તાહ દરમિયાન ફર્સાસાણ, ફાસ્ટ ફૂડ, રેસ્ટોરન્ટ, આઇસ ફેક્ટરી વગેરે મા રૂબરૂ ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,આજી નો મોટો નો ઉપયોગ ન કરવો,એપ્રોન કેપ-ગ્લોવ્ઝ પહેરવા,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,ફૂડ કલર નો ઉપયોગ ન કરવો ,સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા.

Whatsapp Image 2023 10 24 At 15.10.54 86E5D199

જે પેઢી ની મુલાકાત કરવામાં હતી.તેમ મધુસુદન મસાલા લિમીટેડ (કોલ્ડ સ્ટોરેજ) હાપા , અમી આઈસફેક્ટરી ,શિવમ કોલ્ડ સ્ટોરેજ સમ્રાટ મસાલા (કોલ્ડ સ્ટોરેજ) જેઠવા આઈસ ફેક્ટરી , અલંકાર ડેરી(મેન્યુ.યુનીટ), વિરાજ પનીર માર્ટ કામદાર કોલોની, (60 કિલો પનીરનું ટ્રોફૂ બંસી ફૂડ રાજકોટ થી આવેલ જે લેબલ વગર હોવાથી પરત મોકલવા તાકીદ કરેલ.) શિવ સાગર ગોડાઉન (કામદાર કોલોની)માંથી (20 કિલો પેંડા/બરફી નાશ કરાવેલ), કાનો માલધારી રેસ્ટોરન્ટ (ખોડીયાર કોલોની)માંથી 20 કિલો અનહાઇજેનિક ખાદ્ય પદાર્થ નો નાશ કરાવેલ. ન્યુ યાદવ હોટલ (58 દિગ્વિજય પ્લોટ ), ઓધવરામ ફરસાણ (58 દિગ્વિજય પ્લોટ માંથી 20 કિલો તેલ 25 પી પી એમ ઉપર જણાતા નાશ કરાવેલ. વિશ્વા ફરસાણ (ગોકુલનગર ), દેવરાજ નમકીન, શ્રી ખેતેસ્વર સ્વીટ નમકીન , હરી ઓમ ફરસાણ સ્વીટ (ગોકુલનગર માંથી 30 કિલો તેલ, 25 પી પી એમ ઉપર આવતા નાશ કરાવેલ.) સ્નેક્સ પોઈન્ટ (હિમતનગર રોડ) હેલ્ધી બાઇટ્સ, ય્મ્મીસ ફૂડ (અંબર સિનેમા રોડ ) અને ફોજી પંજાબી ઢાબા (રેલ્વે સ્ટેશન રોડ)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દશેરાના તહેવાર નીમેતે અલગ-અલગ વિસ્તારમાંથી કુલ 10 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરામાં મોકલવામાં આવ્યા હતા અને જેના પૃથ્થકરણ રીપોર્ટ આવ્યા પછી આગળની નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.