Abtak Media Google News

ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના અધિકારીઓ હળવદ દોડી આવ્યા :  ચાર કારખાનેદારોને ફટકારી નોટિસ

હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ જીઆઈડીસીમાં ગુજરાત પોલ્યુસન ક્ધટ્રોલ બોર્ડ મોરબી દ્વારા ચાર કારખેનાદારોને પ્રદુષણ બાબતે નોટીસ ફટકારાતા દોડધામ મચી જવા પામી છે. જયારે પ્રદુષણને લઈ આજુબાજુ વાડી વિસ્તારના ચાર પાણીના બોરના સેમ્પલો લઈ લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યા હતા.

Advertisement

હળવદની જીઆઈડીસીના અમુક મીઠા ઉદ્યોગના કારખાનેદારો બેફામ પ્રદુષણ ફેલાવતા હોય જેને કારણે આજુબાજના રહીશોને શ્વાસની તકલીફ પડતી હોય તેમજ અમુક કારખાનેદારો મીઠાનું ખારૂ પાણી અને હવા પ્રદુષણ તેમજ મીઠાની ઉડતી રઝકણોથી આજુબાજુ વાડી વિસ્તારમાં ઉભા મોલ બળી જતા હોવાની ફરિયાદો ઉઠી છે તેમજ બોરના પાણી ખારા થઈ ગયા હોવાની રજુઆત મોરબી પ્રદુષણ ક્ધટ્રોલ બોર્ડને ખેડૂતો દ્વારા કરાતા ગુજરાત પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડ મોરબીના અધિકારીઓ હળવદની જીઆઈડીસીમાં દોડી આવ્યા હતા અને આજુબાજુ વાડી વિસ્તારમાં આવેલ બોરના પાણીના સેમ્પલો લેવામાં આવેલ. તેમજ પ્રદુષણ ઓકતી ગોદાવરી એન્ટરપ્રાઈઝ, બાલાજી કેમફુડ, શિવમ સોલ્ડ અને સાગર સોલ્ટને નોટીસ ફટકારતા ભારે દોડધામ મચી ગઈ હતી. જયારે આ બાબતે પોલ્યુશન ક્ધટ્રોલ બોર્ડના શ્રી કાપડીયાને પુછતાં તેઓએ જણાવેલ કે, જીઆઈડીસીની આજુબાજુના વાડી વિસ્તારમાં જુદાજુદા ચાર બોરના પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે. લેબ માટે સેમ્પલોને રાજકોટ મોકલાશે. તેમજ જુદાજુદા ચાર કારખાનેદારોને પ્રદુષણ બાબતે નોટીસ ફટકારી ગાંધીનગર રિપોર્ટ કરવામાં આવ્યો છે.

હજુ તો મંગળવારે બેફામ મીઠાનું ખારુ પાણી છોડીશ : જગદીશ પટેલ

અત્રે ઉલ્લેખનીય છે કે, વાડી વિસ્તારના ખેડૂતો બાલાજી કેમફુડને અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ નિર્ણય ન લાવતી આ બાલાજી કેમફુડ પોતાની મનમાની ચલાવી ખેડૂતોને ધમકાવી પોતાનો રોફ જમાવે છે. જાકે બાલાજી કેમફુડના કારખાનેદાર રાજકીય વગ ધરાવતા હોવાથી અવારનવાર આજુબાજુ વિસ્તારના લોકોને પોતાનો વગ બતાવી જે થાય તે કરી લો તેવી ખુલ્લી ધમકીઓ આપતા હોવાનું બહાર આવ્યું છે.  પાપ છાપરે ચડી પોકારે તેમ આ કારખાનેદારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે, હજુ તો મંગળવારે બેફામ મીઠાનું ખારૂં પાણી છોડીશ, તમારે જેને કહેવું હોય તેને કેજા, મારૂં કોઈ કાંઈ નહીં બગાડી શકે. આમ બેફામ શબ્દોનો ગેરઉપયોગ કરી જીઆઈડીસીની પાસે આવેલ વાડી વિસ્તારના ખેડૂતોને ત્રાસ આપી હિટલરશાહી ચલાવી રહ્યા છે.

જીઆઈડીસીમાં આવેલી શાળા નં.૧૧ના બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં !

હળવદની જીઆઈડીસીમાં આવેલ શાળા નં.૧૧ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જેની પાસે આવેલ બાલાજી કેમફુડનું કારખાનું બેફામપણે ઓકતું પ્રદુષણ બાળકોના સ્વાસ્થ્ય સામે જાખમરૂપ હોવાનું જણાઈ આવે છે તદ્ઉપરાંત શાળા પાસે આવેલ મીઠા ઉદ્યોગનું કારખાનું કેમિકલયુકત પાણી છોડવામાં આવતા બાળકોને ચામડીના રોગમાં ભેટશે તેવી ભીતી સર્જાઈ છે. જાકે આ અંગે શાળામાં ભણતા બાળકોના વાલીઓએ જણાવેલ કે, અમારા બાળકો જે હાલ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે જેમાં પાસે આવેલ મીઠા ઉદ્યોગના કારખાનાથી પ્રદુષણ કરતા રઝકણો શાળામાં ઉડીને પડે છે અને જે બાળકોના શરીર પર પડે છે તેમને ચામડીના રોગ થાય તેવી દહેશત ઉભી થવા પામી છે. તેમજ આ શાળામાં ઉડતી રઝકણોને વારંવાર સાફસફાઈ કરવું અનિવાર્ય બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.