Abtak Media Google News

‘ભીખુ’ પાકિસ્તાન દેવાળિયું ફૂંકવાના આરે આવી ગયું છે ત્યારે હવે પાકિસ્તાનમાં વર્ષોથી રહેતા આશરે 17 લાખ શરણાર્થીઓને આગામી બુધવાર સુધીમાં દેશ છોડી દેવા આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનને હવે ફેફ્યુજી કેમ્પ ચલાવવાનો ખર્ચ પણ પોષાતો ન હોય તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

1લી નવેમ્બર પછી ગેરકાયદે શરણાર્થીઓની ધરપકડ કરી દેશનિકાલ કરાશે

પાકિસ્તાને ગુરુવારે લગભગ 1.7 મિલિયન એટલે આશરે 17 લાખ અફઘાન સહિત તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના તેના પ્રયાસો ઝડપી કર્યા છે. પાકિસ્તાન બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓ માટે દેશનિકાલ કેન્દ્રો સ્થાપી રહ્યું છે.

ગુરુવારે પાકિસ્તાને તમામ ગેરકાયદેસર વસાહતીઓને 1 નવેમ્બરની સમયમર્યાદા પહેલા સ્વેચ્છાએ છોડી દેવાની અંતિમ ચેતવણી આપી હતી. પાકિસ્તાન સરકારે ચેતવણી આપી છે કે આવતા બુધવારથી કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો જણાશે તો તેની ધરપકડ કરવામાં આવશે અને દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવશે.

જો કે, સ્વેચ્છાએ જનારાઓને પાકિસ્તાન છોડવામાં મદદ કરવામાં આવશે. જેમ કે તેમના દસ્તાવેજોની તૈયારી, ચલણની આપ-લે કરવાની પરવાનગી અને પરિવહનની સવલત પુરી પાડવામાં આવશે.

પાકિસ્તાનના વચગાળાના આંતરિક મંત્રી સરફરાઝ બુગતીએ ઈસ્લામાબાદમાં એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન 1 નવેમ્બર પછી તમામ બિનદસ્તાવેજીકૃત ઈમિગ્રન્ટ્સને દૂર કરવાની યોજના સાથે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. તમામ ગેરકાયદેસર વસાહતીઓની ઓળખ કરવામાં આવી છે. રાજ્ય પાસે સંપૂર્ણ ડેટા છે તેવું બુગતીએ કહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, હું વધુ એક વખત અપીલ કરવા માંગુ છું કે તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સમયમર્યાદા સુધીમાં સ્વેચ્છાએ નીકળી જાય.

પાક સરકારના આ પગલાંની હજારો અફઘાન શરણાર્થીઓને સીધી અસર કરશે જેમણે વર્ષોની અશાંતિ વચ્ચે પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. પાકિસ્તાન દ્વારા આ નિર્ણય અફઘાન નાગરિકો ગુનાઓ, દાણચોરી, સરકાર અને સૈન્ય સામેના હુમલાઓમાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 24માંથી 14 આત્મઘાતી બોમ્બ ધડાકાનો સમાવેશ થાય છે.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા પાકિસ્તાન તાલિબાનએ અફઘાનિસ્તાનમાં તાલિબાનનું એક જૂથ છે. આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરાયેલા આ જૂથે કાબુલમાં તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી પાકિસ્તાની સુરક્ષા દળો પર હુમલાઓ તેજ કર્યા છે.

પાકિસ્તાનનો આરોપ છે કે આતંકવાદીઓ લડવૈયાઓને તાલીમ આપવા અને પાકિસ્તાનની અંદર હુમલાની યોજના બનાવવા માટે અફઘાન જમીનનો ઉપયોગ કરે છે. કાબુલે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પાકિસ્તાનની સુરક્ષા ઘરેલું મુદ્દો છે.

ઈસ્લામાબાદની એક થિંક-ટેંક પાક ઈન્સ્ટિટ્યૂટ ફોર પીસ સ્ટડીઝના અમીર રાણાએ જણાવ્યું હતું કે સામાન્ય પાકિસ્તાનીઓને અફઘાન લોકોના કારણે નોકરી ધંધામાં વિપરીત અસર પડી રહી છે.

પાકિસ્તાનના પગલાંની હજારો અફઘાનીઓને પડશે સીધી અસર

પાક સરકારના આ પગલાંની હજારો અફઘાન શરણાર્થીઓને સીધી અસર કરશે જેમણે વર્ષોની અશાંતિ વચ્ચે પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. એક અહેવાલ અનુસાર હજારોની સંખ્યામાં અફઘાનીઓ પાકિસ્તાનમાં આશરો લઇ રહ્યા છે. પાકિસ્તાન દ્વારા આ નિર્ણય અફઘાન નાગરિકો ગુનાઓ, દાણચોરી, સરકાર અને સૈન્ય સામેના હુમલાઓમાં સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 24માંથી 14 આત્મઘાતી બોમ્બ ધડાકાનો સમાવેશ થાય છે.

સ્વેચ્છાએ દેશ છોડનારને કરન્સી એક્સચેન્જ, પરિવહન સહીતની સુવિધા અપાશે

પાકિસ્તાને તમામ ગેરકાયદેસર વસાહતીઓને 1 નવેમ્બરની સમયમર્યાદા પહેલા સ્વેચ્છાએ છોડી દેવાની અંતિમ ચેતવણી આપી હતી. પાકિસ્તાન સરકારે ચેતવણી આપી છે કે આવતા બુધવારથી કોઈપણ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો જણાશે તો તેની ધરપકડ કરવામાં આવશે અને દેશનિકાલ કેન્દ્રોમાં મોકલવામાં આવશે. જો કે, સ્વેચ્છાએ જનારાઓને પાકિસ્તાન છોડવામાં મદદ કરવામાં આવશે. જેમ કે તેમના દસ્તાવેજોની તૈયારી, ચલણની આપ-લે કરવાની પરવાનગી અને પરિવહનની સવલત પુરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.