Abtak Media Google News

ત્રણ પ્રકારની મુલ્યાંકન પઘ્ધતિમાંથી પસાર થઇને આરોગ્ય કેન્દ્રએ રાજયમાં બીજું સ્થાન મેળવ્યું

ભારત સરકાર દ્વારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર જામવંથલીને કાયાકલ્પ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ એવોર્ડ જામનગરના કલેકટર તથા જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે જામવંથલીના મેડીકલ ઓફીસર ડો. એસ.એચ.ધમસાણીયાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જામનગર તાલુકાના જામવંથલી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રએ આ વર્ષે ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અંતર્ગત ગુજરાત રાજયમાં ૧૩૪ર કુલ પ્રા. આ. કેન્દ્રો માં ત્રણ પ્રકારની મુલ્યાંકન પઘ્ધતિમાંથી પસાર થઇ સમગ્ર ગુજરાત રાજયમાં બીજુ સ્થાન મેળવ્યું છે. જેમાં ૩પ૦૦૦ નો ચેક તથા પ્રરસ્તીપત્ર મેળવેલ છે. આ ઉપરાંત આ આરોગ્ય કેન્દ્રે તેના અગલા વર્ષે ૯૮.૩૩ ટકા મેળવી પ્રથમ નંબર મેળવેલ હતો જેમાં ઉપરોકત સિઘ્ધી મેળવ.

આ વષે કલેકટરતથા જીલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ અને તેમની પ્રેરણાથી ફરીથી સિઘ્ધી હાંસલ કરેલ છે. આ એવોર્ડ માટે જામવંથલીનો તમામ સ્ટાય તથા મેડીકલ ઓફીસર ડી.એસ.ધમસાણીયા દ્વારા સારી કામગીરી કરાઇ હતી. જેમાં ડો. ધમસાણીયાએ પણ જામવંથલી વિસ્તારના તમામ દર્દીઓ તથા સ્નેહીઓ તેમજ ગ્રામજનોનો આ સિઘ્ધિ માટે માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.