Abtak Media Google News

ગત અંકમાં આપણે જોયું કે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કડક શબ્દોમાં ઉપદેશ આપીને તેના અંતર મનને હચમચાવવાનો પ્રયાસ કરે છે. અર્જુન તેના પ્રત્યુત્તરમાં પોતાની માન્યતા બચાવવા માટે ધર્મના વાઘા પહેરાવે છે.

માણસ જન્મ ધરે છે અને તેને સહજમાં જ એક મોટી ભેટ મળે છે. હા, આ ભેટ છે સંબંધોની ભેટ!જન્મતાની સો તેને માતા, પિતા, ભાઈ, બહેન, દાદા, દાદી એમ કેટકેટલાંક સંબંધોની ભેટ મળે છે. આ સંબંધોની વચ્ચે જેમ જેમ બાળક ઊછરે છે, તેમ તેમ તે વધુ બંધનમાં આવે છે. સંબંધીજનોના પ્રેમમાં, લાગણીઓમાં એવું બંધન ાય છે કે આ સંબંધો તેને શાશ્વત લાગે છે. જાણે કે તે વર્ષોી જૂના હોય, પરંતુ આ જીવન સંબંધોમાં ક્યો સંબંધ શાશ્વત છે? ૭૦-૮૦ વર્ષના આ સંબંધ પછી ક્યો સંબંધ અકબંધ રહેવાનો છે? એક પણ નહીં.

ગયેલા અનંત જન્મોના સંબંધોમાંનો એક પણ સંબંધ અત્યારે યાદ ની. તો આ જન્મનો ક્યો સંબંધ આવનારા જન્મમાં યાદ રહેવાનો છે?છતાં પણ એક બાબત એવી છે કે જે આપણને આ વિશે વિચારવાનો પણ વિચાર કરવા દેતી ની.તે છે મોહ. જે જેવું છે તે તેવું ન જણાવા ન દે તે મોહ, તે જ અજ્ઞાન.

એ મોહ જ હતો, જેણે શૂરવીર અર્જુનને એમ બોલવા માટે લાચાર કર્યો કે, હે મધુસૂદન! રણભૂમિમાં બાણોી કઈ રીતે હું ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસૂદન! તેઓ બંનેય મારા પૂજનીય છે.

મોહને કારણે અર્જૂનને શત્રુઓમાં પૂજનીયતા દેખાય છે! અધર્મના પક્ષમાં રહેલા ભીષ્મ અને દ્રોણ જેવા યોદ્ધાઓ ધર્મવિરુદ્ધ હોવા છતાં પણ અર્જુનને કેમ પૂજનીય જણાય છે? કારણ એ જ છે, સંબંધનું બંધન…મારા સંબંધીઓછે એટલે પૂજનીય, પછી ભલેને તેઓ ધર્મ વિરોધીઓ હોય. મને નાનપણી વહાલી ઉછેર્યો એટલે તેઓ પૂજનીય! મારાી મોટી ઉંમરના એટલે તેઓ પૂજનીય! મને લૌકિકવિદ્યાઓ શિખવાડી એટલે તેઓ પૂજનીય!

જો અર્જુનની આ ભ્રમણા જ પૂજનીયતાની વ્યાખ્યા હોય, તો ૧૧ અક્ષૌહિણી સેનામાંનો ક્યો શત્રુ અર્જુન માટે પૂજનીય ન કહેવાય? બધા જ પૂજનીય કહી શકાય. કારણ કે અર્જુને અત્યાર સુધીમાં લીધેલા અનંત કરોડો જન્મોમાં ક્યો જીવ તેના સંબંધમાં નહીં આવ્યો હોય? બધા જ જીવો તેના સંબંધી યા છે.

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ કહે છે કે દરેક જીવે ચોર્યાશી લાખ યોનિઓમાં જીવ-જંતુઓી લઈને મનુષ્ય, દેવતા સુધીના તમામ જન્મોમાં દરેક જીવો સો તેને માતા-પિતા, ભાઈ-બહેન, ી, સંતાન વગેરેનો સંબંધ યો છે. અનંત જીવો સો યેલા દેહસંબંધો અત્યારે યાદ ની. તેમ અત્યારના આ દેહના સંબંધો પણ યાદ ની રહેવાના. તેી આ અશાશ્વત દેહને પોતનું સ્વરૂપ માનવું નહીં અને દેહના સંબંધીઓને પોતાના સંબંધીઓ માનવાના નહીં, કારણ કે ૮૪,૦૦,૦૦૦ જાતના દેહ અનેક વખત ધર્યા તેનો સંબંધ રહ્યો ની. તો આ દેહનો સંબંધ પણ નહીં જ રહે. તે માટે દેહ-ગેહાદિક સર્વે પર્દામાત્રને નાશવંત જાણી દેહી જુદું પોતાનું સ્વરૂપ જાણીને સ્વધર્મમાં રહીને ભગવાનની નિષ્કામ ભક્તિ કરવી. (વચનામૃત ગ. પ્ર.૨૧)સારભૂત ગીતાનો સાર પણ આ જ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.