Abtak Media Google News

રિલાયન્સ બિન પરંપરાગત ક્ષેત્રે આગામી 7 વર્ષમાં 100 ગીગા વોટની ક્ષમતાએ પહોંચશે જે ભારત સરકારના લક્ષ્યાંકમાં 35 ટકાનો હિસ્સો પૂરો પાડશે

રિલાયન્સ બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે હરણફાળ ભરવા સજ્જ બન્યું છે. કંપની એકલા હાથે 2030 સુધીમાં ભારત સરકારનો સૌર ઉર્જાનો ત્રીજા ભાગનો લક્ષ્યાંક પૂર્ણ કરવા સજ્જ બની છે. જેને પગલે કંપનીના રોકાણકારો પણ માલામાલ બનશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

રિલાયન્સ બિન પરંપરાગત ઉર્જા ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે. મુકેશ અંબાણીની આગેવાનીમાં કંપની આગવા વિઝન સાથે ઉચો લક્ષ્યાંક ઓન રાખ્યો છે. હાલ સરકાર પણ કાર્બન ઉત્સર્જનમાં નેટ ઝીરો હાંસલ કરવાના લક્ષ્ય સાથે સતત પ્રયત્નશીલ છે. તેમાં રિલાયન્સ સિંહ ફાળો આપવાનું છે.

રિલાયન્સે અગાઉ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ સ્થાપવામાં રસ દાખવ્યો છે. ગુજરાત સરકારે ગ્રીન હાઈડ્રોજનની દિશામાં પગલું લીધું છે. તેના ભાગરૂપે પાંચ કંપનીઓ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ વિકસાવી શકે તે માટે 1.99 લાખ હેક્ટર જમીન ક્લિયર કરવામાં આવી છે. કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં જમીન ફાળવવામાં આવી છે. કંપનીઓએ પોતાના પ્રોજેક્ટની દરખાસ્તમાં 3.26 લાખ હેક્ટર જમીનની માંગણી કરી હતી. જેમાની એક કંપની રિલાયન્સ પણ છે.

રિલાયન્સનો શેર રોકાણકારોને 21 ટકાનું વળતર આપી શકે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ક્લીન એનર્જી બિઝનેસ નવી ઊંચાઈએ જશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. વોલ સ્ટ્રીટ રિસર્ચ ફર્મ બર્નસ્ટેઈને જણાવ્યું કે રિલાયન્સના શેર આગામી દિવસોમાં 21% વળતર આપશે. રિલાયન્સનો શેર મંગળવારે એનએસઇ પર રૂ.2,517.90 પર બંધ થયો હતો, જે અગાઉના બંધ કરતાં 1.36% વધુ હતો.  મંગળવારના બંધ સમયે, રિલાયન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 17.05 ટ્રિલિયન હતું

2030 સુધીમાં રિલાયન્સની આવક 10 બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે

યુએસ બ્રોકરેજનું અનુમાન છે કે ભારતનું સંચિત સ્વચ્છ ઊર્જા રોકાણ 2050 સુધીમાં રૂ. 2 ટ્રિલિયનને સ્પર્શી જશે. આ આગામી સાત વર્ષમાં 30 બિલિયન ડોલરના મૂલ્યના ટોટલ એડ્રેસેબલ માર્કેટમાં અને 2050 સુધીમાં 200 બિલિયન ડોલરના મૂલ્યમાં અનુવાદ કરે છે. તેઓએ જણાવ્યું કે અમારી ધારણાઓ અને ન્યૂ એનર્જી બિઝનેસ માટેની કંપનીની યોજનાઓના આધારે, અમારું અનુમાન છે કે રિલાયન્સ 2030માં 10 બિલિયન ડોલરની આવક હાંસલ કરી શકે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.