Abtak Media Google News

હો ગઇ દુનિયા મુઠ્ઠી મે…??

બ્રન્ડ ઇન્ટેલીજન્સી ડેટા ઇન્સાઇડ કંપનીના મતે મુકેશ અંબાણીની રીલાયન્સ જીયો તમામ ટેલીકોમ કંપનીઓથી આગળ

કરલો દુનિયા મુઠ્ઠી મે ના રીલાયન્સના સ્થાપક ધીરૂભાઇ અંબાણીનું સૂત્ર સાથર્ક થયું હોય અને રીલાયન્સે ટેલીકોમ દુનિયા મુઠ્ઠીમાં કરી લીધી હોય તેમ રીલાયન્સ જીયો દેશની સૌથી મજબુત બ્રાન્ડ બની હોવાનું ટીઆરએને સર્વેમાં જણાવ્યું છે.

ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા લિમિટેડ કરતાં પણ જિયો આગળ છે. અગાઉ ટ્રસ્ટ રિસર્ચ એડવાઇઝરી તરીકે જાણીતી ટીઆરએ તેની ’ઇન્ડિયાઝ મોસ્ટ ડિઝાયર્ડ બ્રાન્ડ્સ 2022’માં કંપનીઓને તેમની બ્રાન્ડની મજબૂતાઈ મુજબ રેન્ક આપે છે.

ટેલિકોમ કેટેગરીમાં રિલાયન્સ જિયો ટોચ પર છે, ત્યારબાદ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા લિમિટેડ અને બીએસએનએલનો નંબર આવે છે.એપેરલ કેટેગરીમાં, એડિડાસ ટોચની બ્રાન્ડ હતી ત્યારબાદ નાઈકી, રેમન્ડ, એલન સોલી અને પીટર ઈંગ્લેન્ડ આવે છે.

Reliance Jio Recruitment 2021 Apply Online | 5999+Job Vacancy For Freshers - Privatejobvacancy.com %

ઓટોમોબાઈલ યાદીમાં બીએમડબ્લ્યૂ ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ ટોયોટા, હ્યુન્ડાઈ અને હોન્ડા આવે છે, જ્યારે બેંકિંગ અને નાણાકીય સેવાઓ ઈન્ડેક્સમાં એલઆઈસી પહેલા ક્રમે છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બીજા નંબરે અને ICICI બેંક ત્રીજા ક્રમે છે.

કન્ઝ્યૂમર એપ્લાયન્સીસ રેન્કિંગમાં કેન્ટ ટોચ પર છે, ત્યારબાદ લીવપ્યોર અને ઓકાયા છે. કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સમાં એલજી, સોની અને સેમસંગ ટોચની ત્રણ બ્રાન્ડ હતી. વૈવિધ્યસભર સમૂહની યાદીમાં ITC ટોચ પર છે, ત્યારબાદ ટાટા અને રિલાયન્સ છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એનર્જી લિસ્ટમાં ટોચ પર છે, ત્યારબાદ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને અદાણી છે.ફૂડ અને બેવરેજીસની અમૂલ ટોચની બ્રાન્ડ હતી, ત્યારબાદ નેસકેફે જ્યારે ફોગ ટોચની એફએમસીજી બ્રાન્ડ હતી, ત્યારબાદ લેક્મે, નિવિયા અને કોલગેટ આવે છે.

ફિલિપ્સ ફાસ્ટ-મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સની યાદીમાં, ગેજેટ્રીની યાદીમાં એમઆઇ, હેલ્થકેરમાં હિમાલયા, હોસ્પિટાલિટીમાં ITC હોટેલ્સ, ઉત્પાદનમાં ACC, રિટેલમાં KFC અને ટેક્નોલોજીમાં ડેલ ટોચ પર છે. એમેઝોન, ફેસબૂક, ફ્લિપકાર્ટ અને ગૂગલ ઈન્ટરનેટ બ્રાન્ડ્સની યાદીમાં ટોચની કંપનીઓ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.