Abtak Media Google News
  • 2040 સુધીમાં  64.2 કરોડ દર્દીઓ હશે  46.5 ટકા યુવા વર્ગ આનો શિકાર: છ લાખ જેટલા ટાઈપ એકના  બાળ દર્દીઓ !
  • દર 6 સેક્ધડે એક વ્યકિતના મૃત્યુ સાથે વર્ષમાં 50 લાખથી વધુ મોત ડાયાબિટીસને કારણે થાય છે: આગામી દશકામાં દર દસ વ્યકિત પૈકી એકને હશે આ સમસ્યા

દુનિયામાં દર વર્ષે  આજનો દિવસ વિશ્ર્વ  ડાયાબિટીસ દિવસની ઉજવણી થાય છે. ફેડરિક બેંટીંગના જન્મદિવસની યાદમાંઆ ઉજવણી  થાય છે. ચાર્લ્સ બેસ્ટ અને  મેકલોડે સાથે મળીને  1922માં ઈસુલિનની શોધ કરી હતી. વિશ્ર્વમાં  કુલ સ્વાસ્થ્ય ખર્ચ પૈકી 12 ટકા  ખર્ચ તો એકલા ડાયાબિટીસ  સમસ્યાપ ાછલ  થાય છે.

Advertisement

આજના યુગની લાઈફ  સ્ટાઈલને કારણે  ઘણા બધાને  રોગોને  લોકોએ સામેથી આમંત્રણ આપ્યું છે.  તેમાં ડાયાબિટીસ મોખરે છે. આજે દુનિયાના 6 લાખ જેટલા બાળકો ટાઈપ-1 ડાયાબિટીસથીપીડિત છે. આજે દુનિયામાં દર છ સેક્ધડે એક આવા દર્દીઓનું મોત થાય છે જે વર્ષના અંત સુધીમાં 50 લાખથી વધુ મોત ડાયાબીટીસ ને કારણે થાય છે.

41.5 કરોડ વયસ્ક ડાયાબિટીસનો શિકાર છે જે આગામી 2040 સુધીમાં આ આંકડો વધીને   64.2 કરોડ થઈ જાય છે. આગામી દોઢ   દાયકામાાં 10માંથી એક  વ્યકિત આનો શિકાર થઈ જશે. આજે આપણાં  દેશમાં યુવા વર્ગ પણ આની ઝપટે ચડવા લાગ્યા છે.   જેની પાછળ  બદલાયેલી  જીવન શૈલી જવાબદાર છે. લોહીમાં રહેલા ગ્લુકોઝને પચાવી શકવાની અક્ષમતાને કારણે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરી કરતા સ્તર ઉંચુ રહે તેને ડાયાબિટીસ કહેવાય છે

દુનિયાના ડાયાબિટીસના દર છ દર્દીમાથી એક ભારતનો

ચીન કરતા ભારત ડાયાબિટીસમાં બીજા ક્રમે છે, આજે  આપણાં દેશમાં 8 કરોડથી વધુ દર્દીઓ છે.દુનિયાનાં તમામ ડાયાબિટીસના દર્દીઓ પૈકી દર છ દર્દીઓ પૈકી એક ભારતનો જોવા મળે છે. ભારતમાં શહેરો  કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં  પણ તેનું પ્રમાણ વધ્યું છે.  આગામી બે  દશકામાં  ભારતમાં ડાયાબિટીસના 13 ગણા દર્દીઓ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.